Standard 3- GUJARATI

OTo

Unit -1 લે. નં. ,,

સ્વર , વ્યંજન અને બારાક્ષરી

             લેશન નં. ભાઈ ( કવિતા)

     નાનો મારો વીરો,

     ખાવા જોઈએ શીરો.

      ઘોડિયામાં પોઢે,

      લીલી ગોદડી ઓઢે.

      ગોદડી ગઈ ખસી,

       ભાઈલો ગયો હસી.

  • શબ્દાર્થ (Glossary)
  • વીરો- brother
  • શીરો-sweet
  • ઘોડીયુ-cradle
  • લીલી- green
  • ગોદડી- a small quilt
  • પોઢે- sleep
  • ખસી- remove
  • હસી ગયો-laughed

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() ભાઈ ને શું ખાવા જોઈએ છે?

જવાબ: ભાઈને શીરો ખાવા જોઈએ છે.

() ભાઈ ક્યાં સુઈ જાય છે?

જવાબ: ભાઈ ઘોડિયામાં સુઈ જાય છે.

() ભાઈ કેવા રંગ ની ગોદડી ઓઢે છે?

જવાબ: ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે  .

() ગોદડી ખસી જતા કોણ હસ્યું?

જવાબ: ગોદડી ખસી જતા ભાઈલો હસ્યો.

(આ) સરખા ઉચ્ચાર વાળા બે- બે શબ્દો લખો

 () ભાઈ: ખાઈ , ગાઈ

  () વીરો: શીરો, હીરો

() ઓઢે : પોઢે, મોઢે

() હસી: ખસી, રસી

 

  • (ઇ) કૌંસમાં થી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

() મમ્મી ના ભાઈ તે મામા (મામા, માસા)

 

() પપ્પા ના ભાઈ તે કાકા ( ફુઆ, કાકા)

() મમ્મીની બહેન તે માસી (ફોઈ, માસી)

() પપ્પા ની બહેન તે ફોઈ ( ફોઈ, માસી)

() પપ્પા ના પપ્પા તે દાદા ( નાના, દાદા)

 

 

                                 લેશન મારો જન્મદિવસ

  • શબ્દાર્થ (glossary)
  • જન્મદિવસ—birthday
  • વહેલો –early
  • વહેંચી- distributed
  • આશીર્વાદ- blessings
  • સગાંવહાલાં- relatives
  • ચોકલેટ- chocolate
  • પુષ્પગુચ્છ- bouquet
  • કાપી- cut

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() તમારો જન્મદિવસ ક્યારે આવે છે?

ઉત્તર: મારો જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરે આવે છે .

() તમે નાહી ધોઈને કેવા કપડા પહેર્યા?

      ઉત્તર: મેં નાહી ધોઈને નવા કપડા પહેર્યા.

        () નિશાળમાં તમે શું વહેચ્યું ?

      ઉત્તર: નિશાળમાં મેં ચોકલેટ વહેંચી.

        () તમારા સગાંવહાલાં અને મિત્રો તમારે ધેર

                ક્યારે આવ્યા?

        ઉત્તર: મારા સગાં વહાલાં અને મિત્રો સાંજે મારા

                   ઘરે આવ્યાં.

(આ) કૌંસમાં થી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

       () દાદા-દાદીએ મને આશીર્વાદ આપ્યા.

       () મમ્મી એ મને પેંડો ખવડાવ્યો.

       () સાંજે મારા મિત્રો મારે ઘેર આવ્યા.

       () સાંજે મેં કેક કાપી.

(ઇ) અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો.

     ( ) took bath : નાહીને

     () in the school : શાળામાં

     () friends :  મિત્રો

     () toys : રમકડાં

 (ઈ) શબ્દોના અંગ્રેજી શબ્દો લખો.

     () જન્મદિવસ: birthday

     () આશીર્વાદ : blessing s

     () વહેચી: distributed

     () સગાંવહાલાં : relatives

 

   

             લેસન- મેં એક બિલાડી પાળી છે.(કવિતા)

 

મેં એક બિલાડી પાળી છે,

તે રંગે બહુ રુપાળી છે.

દૂધ ખાય , દહીં ખાય,

ઘી તો ચપ ચપ ચાટી જાય.

તે હળવે હળવે ચાલે છે,

ને અંધારામાં ભાળે છે.

તે ઉંદરને ઝટપટ ઝાલે,

પણ કૂતરાથી બીતી ચાલે.

એના ડીલ પર ડાઘ છે.

તે મારા ઘરનો વાઘ છે.

                     -ચંદ્રવદન મહેતા.

 

 

*શબ્દાર્થ (glossary)

() બિલાડી- cat

() રુપાળી-beautiful

(3) અંધારું-dark

() દૂધ- milk

() દહીં – Curd

() ઘી- ghee

() ઉંદર-rat

() વાઘ- tiger

() ડિલ- body

 

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() બિલાડી શું ખાય?

ઉત્તર: બિલાડી દૂધ અને દહીં ખાય.

() બિલાડી શું ચપ ચપ ચાટી જાય?

ઉત્તર: બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય.

() બિલાડી કોનાથી બીતી ચાલે ?

ઉત્તર: બિલાડી કુતરાથી બીતી ચાલે.

() ઘરનો વાઘ કોણ છે કૃષ્ણ કોણ છે ?

ઉત્તર: ઘરનો વાઘ બિલાડી છે.

(આ) કોણ શું ખાય, તે કૌંસમાં થી શોધીને લખો.

(ઘાસ, કેળું, ઉંદર, મરચું, રોટલો, ઘાસ )

() બિલાડી: ઉંદર

()ગાય : ઘાસ

() પોપટ: મરચું

() સસલું : ઘાસ

() વાંદરો: કેળું

() કુતરો: રોટલો

(ઇ) અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો.

  () beautiful: રૂપાળી

  () milk: દૂધ

  () curd: દહીં

  () tiger: વાઘ

(ઈ) કૌંસમાં થી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.

     (ઉંદર, ડિલ, બિલાડી , અંધારા)

() મેં એક બિલાડી પાળી છે.

() ને અંધારામાં ભાળે છે.

() તે  ઉંદરને ઝટપટ ઝાલે.

() એના ડીલ પર ડાઘ છે.

 

 Unit ---2 લે.નં.,,

 

લેશન નં. ધ્વજવંદન

શબ્દાર્થ (glossary)

() મહાન- great

() તતિરંગી-tricoloured

() કેસરી- saffron

() વીરતા- bravery

() શાંતિ- peace

() સમૃદ્ધિ- prosperity

() પ્રતીક- symbol

() ધર્મ- religion

() ફરકાવવું- hoist

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() આપણા દેશનું નામ શું છે?

ઉત્તર: આપણા દેશનું નામ ભારત છે.

() આજે શાળામાં શું છે?

ઉત્તર: આજે શાળામાં ધ્વજ વંદન છે.

() આપણા રાષ્ટ્રધ્વજમાં ક્યા ક્યા રંગો છે?

ઉત્તર: આપણા રાષ્ટ્રધ્વજમાં  ત્રણ રંગો છે. કેસરી, સફેદ અને લીલો.

() રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

ઉત્તર: રાષ્ટ્રધ્વજ ગુરુજીએ ફરકાવ્યો.

 

(આ) કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

() આપણો રાષ્ટ્રધ્વજ તિરંગી છે.(પંચરંગી, તિરંગી‌)

() કેસરી રંગ વીરતા નું પ્રતીક છે. ( શાંતિ, વીરતા)

() સફેદ રંગ શાંતિ નું પ્રતીક છે. 

() લીલો રંગ સમૃદ્ધિ નું પ્રતીક છે.

 

(ઇ) ધ્વજવંદન વખતે ક્યા ક્યા સુત્રો બોલવામાં આવ્યા?

ઉત્તર: () તિરંગી ઝંડા ઝિંદાબાદ!

            () ભારત માતાકી જય!

            () જય હિન્દ!

(ઈ) સમાનાર્થી શબ્દો લખો.

() આદર=સમ્માન, માન

() પ્રતીક= નિશાન, ચિન્હ

() વીરતા= બહાદુરી, શૂરવીર

() વંદન= પ્રણામ, નમસ્કાર

 

 

લેસન નંબર- અમે જીત્યા મેચ! (કવિતા)

આ લાવ્યો બોલ,

સમીર લાવ્યો બેટ.

અમે બધા ગયા મેદાન પર

શરૂ કરી મેચ.

 

અમે જીત્યા ટોસ.

અમારી પહેલી બેટિંગ.

બીજી ફોર, ત્રીજી ફોર,

અમારી પૂરી થઈ ઇનિંગ.

 

બોલિંગ શરૂ થઈ અમારી,

એક પછી એક ખેલાડી આઉટ.

છેલ્લા ખેલાડીનો કેચ,

અમે જીત્યા મેચ.

 

  • શબ્દાર્થ ( glossary)

() મેદાન- ground

() જીત્યા- won

(3) પહેલી- first

() બીજી- second

() ત્રીજી- third

() ખેલાડી- player

() છેલ્લા- last

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

    () બોલ કોણ લાવ્યું?

 ઉત્તર: બોલ આલાપ લાવ્યો.

     () બેટ કોણ લાવ્યું ?

 ઉત્તર : બેટ સમીર લાવ્યો.

     () રમત ક્યાં શરૂ કરી ?

 ઉત્તર: રમત મેદાન પર શરૂ કરી.

      () ટોસ કોણ જીત્યું ?

ઉત્તર : આલાપ અને સમીર ટોસ જીત્યાં.

 

(આ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.

      () પહેલ× છેલ્લી

      () જીત × હાર

      () બોલિંગ× બેટિંગ

      () શરૂ× અંત

 

 (ઇ) કૌંસમાં થી યોગ્ય અંગ્રેજી શબ્દો પસંદ કરી લખો.

(Catch, Bowler, batsman,  wicket keeper)

() બોલર: Bowler

() વિકેટકીપર: wicket keeper

() બેટસમેન : batsman

() કેચ :  catch

 

(ઈ) કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો.

   () આલાપ લાવ્યો બોલ

              સમીર લાવ્યો બેટ.

       () છેલ્લા ખેલાડી નો કેચ

              અમે જીત્યા મેચ.

 

     (ઉ) યોગ્ય જોડકાં જોડો :

          () બોલ------બેટ

           () કપ--------રકાબી

           () બૂટ--------મોજા

            () ચા---------ખાંડ

            () થાળી-------વાટકી

            () ટેબલ-------ખુરશી

      

        લેસન નં.  ફૂલો ( કવિતા)

નામ મારૂ ગુલાબ છે,

હું ફૂલોનો રાજા છું.

બને ગુલાબ જળ મારામાંથી,

મારું મોટું માન છે.!

 

નામ મારું મોગરો છે,

રંગ મારો સફેદ છે.

માળા બને છે મારા ફૂલોની,

વેણી બને છે મારા ફૂલોની.

નામ મારું ગલગોટો છે,

રંગ મારો સોનેરી છે.

મારા ફૂલોની માળા બને,

મારા ફૂલોની વેણી બની!

 

નામ મારું કમળ છે,

પાણીમાં હું ખીલું છે.

રંગ મારો ગુલાબી છે,

દેવ શીરે  હું ચડું છું !

 

  • શબ્દાર્થ ( Glossary)
  • ગુલાબ – rose
  • માન – honour
  • માળા – garland
  • ગલગોટો – marigold
  • દેવ શિરે- on the head off God

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

   () ફૂલોનો રાજા કોણ છે?

ઉત્તર: ફૂલોનો રાજા ગુલાબ છે.

   () મોગરા નો રંગ કેવો હોય છે?

ઉત્તર : મોગરા નો રંગ સફેદ હોય છે.

   () કમર ક્યાં ખીલે છે?

ઉત્તર : કમળ પાણીમાં ખીલે છે.

   () ગુલાબ માંથી શું બને?

ઉત્તર: ગુલાબ માંથી ગુલાબ જળ બને છે.

(આ) વચન બદલો.

   () ફૂલ ફૂલો

   () માળામાળા

   () પક્ષી પક્ષીઓ

   () નદી- નદીઓ

(ઇ) નીચેના વાક્યો સામે ખરા [✓] કે ખોટા[×] ની નિશાની મૂકો.

() ગુલાબ માંથી ગુલાબ જળ બને છે.      [✓]

() કમળ બગીચામાં ખીલે છે.                 [×]

() મોગરો ફૂલોનો રાજા છે.                    [×]

() મોગરાના ફૂલોની વેણી બને છે.         [✓]

(ઈ) ખાલી જગ્યાઓ પૂરો.

() ગલગોટા નો રંગ સોનેરી છે.

() કમળ નું ફુલ દેવ શિરે ચડે છે.

(ઊ) ફૂલો ના નામ લખો.

 () સૂર્યમુખી

  () જાસુદ

  () કમળ

  () કરેણ

 

 

 

લેસન નં મહાત્મા ગાંધી

 

શબ્દાર્થ (glossary)

() મહાત્મા—a  great man

 () ભણ્યા – studied

 () લડત – struggle

 () આઝાદી- freedom

 () ટૂંકી- Short

  () પોતડી – dhoti

  () અવસાન- death

  () રાષ્ટ્રપિતા- father of the nation

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?

ઉત્તર: ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.

 () ગાંધીજી પ્રાર્થનાક્યારે કરતા ?

ઉત્તર: ગાંધીજી પ્રાર્થના દરરોજ સવાર- સાંજ કરતા હતા.

     () ગાંધીજી એ કઈ લડત ચલાવી  ?

ઉત્તર: ગાંધીજીએ આઝાદીની લડત ચલાવી હતી.

 () દેશને આઝાદી કોણે અપાવી ?

ઉત્તર : દેશને આઝાદી ગાંધીજીએ અપાવી.

(આ) ગુજરાતના ચાર મહાપુરુષોના નામ લખો.

 () મહાત્મા ગાંધી

 () સરદાર વલ્લભભાઈ પટેલ

 () રવિશંકર મહારાજ

 () મહાદેવ ભાઈ દેસાઈ

(ઈ) ખાલી જગ્યાઓ પૂરો.

() ગાંધીજી વિલાયત જઈ વકીલાત  નું    ભણ્યા.

() આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતા ના નામથી ઓળખે છે.

(ઇ) અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો.

 

 

 () a great man    ---મહાત્મા

() freedom  ---- આઝાદી

 () death --- મૃત્યુ

 () father of the nation –રાષ્ટ્રપિતા

(ઉ) સમાનાર્થી શબ્દો લખો.

 () અવસાન= મૃત્યુ, મરણ

 () આઝાદી= મુક્તિ

(ઊ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.

( ) જન્મ ×મૃત્યુ, મરણ

() આઝાદી× ગુલામી

() ટૂંકી× લાંબી

() દેશ× પરદેશ

() ઘણું× ઓછું, થોડું

() વહાલાં× દવલા

(ઋ) ગાંધીજી વિશે પાંચ- છ વાક્યો લખો.

ઉત્તર: ગાંધીજી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ થયો હતો.

ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.

ગાંધીજી વિલાયત વકીલાત નું ભણવા ગયા હતા.

ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી હતી.

ગાંધીજી સવાર- સાંજ પ્રાર્થના કરતા હતા.

ગાંધીજી ટૂંકી પોતડી પહેરતા હતા.

આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે.

             

                            લેસન નંબર.---- ખેતર

 

*શબ્દાર્થ (glossary)

 () ખેતર-farm

 () શેરડીનો રસ- sugar cane juice

 () દ્રાક્ષ- grapes

 () ઝૂમખાં- bunches

 

() બાજરી- millet

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() દ્રાક્ષ સ્વાદે કેવી લાગે?

ઉત્તર: દ્રાક્ષ સ્વાદે ખાટીમીઠી લાગે છે.

() સાકર શામાંથી બને ?

ઉત્તર: સાકર શેરડી માંથી બને છે.

() ક્યા અનાજ ના લોટ ના ઢેબરા પણ થાય?

ઉત્તર: બાજરાના લોટના ઢેબરા થાય.

(આ) ખાલી જગ્યાઓ પૂરો.

() શેરડી ના રસમાંથી ગોળ, ખાંડ બને.

() દ્રાક્ષના ઝૂમખાં હોય.

() બાજરા ના કણસલા‌ હોય.

() બાજરી ના લોટ ના રોટલા થાય.

 

(ઇ) કૌંસમાં થી સમાનાર્થી શબ્દ શોધીને લખો.

      (બાગ, રૂપાળું, ગળી, લૂમ)

() મીઠી= ગળી

 () સુંદર = રૂપાળું

 () બગીચો= બાગ

 () ઝૂમખું = લૂમ

(ઈ) કૌંસમાં થી વિરુદ્ધાર્થી શબ્દ શોધીને રાખો.

         ( કદરૂપી, મીઠી, ધોળી)

() ખાટી × મીઠી

() કાળી × ધોળી

() સુંદર ×‌ કદરૂપી

 

ઉત્તર*શબ્દ સમૂહ શીખો.

 () ફૂલો નો ગુચ્છ

 () માણસો નું ટોળું

ઘી () ચાવીઓનો ઝૂડો

 () પક્ષીઓનું ટોળું

 () રેતીનો ઢગ

 () લાકડાનો ભારો

 () પુસ્તકો નો ખડકલો

 () ઘેટાં નું ટોળું

 

                 

                લેસન નંબર  મોટો વિરામ ( રિસેસ)

 

*શબ્દાર્થ (glossary)

() મોટો વિરામ- long racess

() વર્ગ – classroom

() ઘંટ – bell

() પટાંગણ- campus

() સેન્ડવિચ- sandwich

બે() બાળકો- children

() વાતો- talk

() વસ્તુઓ- things

() ખરીદે છે – are buying

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

   () ઘંટ વાગતાં કેવો વિરામ પડ્યો ?

ઉત્તર: ઘંટ વાગતાં મોટો વિરામ પડ્યો.

   () કવિતા શું લાવી છે?

ઉત્તર: કવિતા સેન્ડવીચ લાવી છે.

   () ઢોકળાં કોણ  લાવ્યું  છે ?

 ઉત્તર: ઢોકળાં કાવ્યા લાવી.

   ()  ઓટલા પર બેસીને કોણ વાંચે છે ?

 ઉત્તર: ઓટલા પર બેસીને અંકિતા વાંચે છે.

   () રિયા અને ઉમા ચાલતાં ચાલતાં શું કરે છે ?

ઉત્તર : રિયા અને ઉમા ચાલતાં ચાલતાં વાતો કરે છે.

લ લેસન નંબર

(આ) કૌંસમાં થી યોગ્ય અવાજ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

(પીપ્ પીપ્ , છુક છુક, ખળખળ, ટન્‌ ટન્ , ટપ્ ટપ્ )

() શાળાનો ઘંટ વાગે ટન્! ટન્ !  .

() મોટર નું હૉન વાગે પીપ્ પીપ્ .

() આગગાડી છુક છુક રતી જાય.

() ઝરણું વહે ખળખળ .

() નળ ટપકે ટપ્ ટપ્ .

 

(ઇ)  અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો.

() long recess : મોટો વિરામ .

() campus       : પટાંગણ

(3) things           :  વસ્તુઓ

() bell.              :  ઘંટ

 

(ઈ)  શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.

 () વગૅ   :  વર્ગમાં બાળકો ભણે છે.

 () બાળકો : બાળકો મેદાનમાં રમે છે.

 () શાળા  : શાળામાં ઘંટ વાગે ટન્ ટન્ !

 

 

              લેસન નંબર . ---૧૦  મુશળધાર વરસાદ !

*શબ્દાર્થ (glossary)

 () મુશળધાર-  heavy rain (here)

 () આકાશ – sky

 () પવન- wind

 

 () વીજળી – lighting

 () વૃક્ષો- trees

 () દેડકાં – frogs

 () કારેલાં – bitter gourds

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() મુશળધાર વરસાદ ક્યા સમયે તૂટી પડે છે  ?

ઉત્તર: મુશળધાર વરસાદ સાંજના સમયે તૂટી પડે છે.

() વાદળો ક્યાં જોવા મળે છે ?

ઉત્તર : વાદળો આકાશમાં જોવા મળે  છે.

 () ' આવ રે વરસાદ…….’  કોણ ગાય  છે ?

ઉત્તર : ' આવ રે વરસાદ……'  છોકરાઓ ગાય છે.

  () દેડકાં   ગળું ‌ ફુલાવીને શું કરે છે  ?

 ઉત્તર : દેડકાં ગળું ફુલાવીને  ડ્રાઉં - ડ્રાઉંકરે છે.

  () ઝાડની ડાળી પર કેટલાં પક્ષીઓ બેઠાં છે?

ઉત્તર : ઝાડની ડાળી પર બે પક્ષીઓ બેઠાં  છે .

 

(આ) ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો.

  () વીજળીના ચમકારા  ‌ ( ગડગડાટ , ચમકાર )

  () વાદળના ગડગડાટ  (ગડગડાટ, સુસવાટા )

  () પવનના સુસવાટા ‌.   (ચમકારા , સુસવાટા )

 

 

  • નિબંધ ગાય
  • ગાય એક પાલતુ પ્રાણી છે.
  • ગાય રંગે કાળી, સફેદ કે કાબરચીતરી હોય છે.
  • ગાય આપણને બહુ ઉપયોગી છે.
  • ગાય ઘાસ થાય ખાય છે.
  • ગાય આપણને દૂધ આપે છે.
  • ગાયના બચ્ચા ને વાછરડું ' કહેવાય.
  • લોકો ગાયની પૂજા કરે છે.
  • આપણે ગાયનેગૌમાતા ' કહીએ છીએ.
  • ગાય પવિત્ર પ્રાણી ગણાય છે.

                

  • નિબંધ- ખેતરની મુલાકાત
  • ગયા રવિવારે હું મારા પરિવાર સાથે રામપુર ગામ ગઈ હતી.
  • રામપુર ગામમાં મારા કાકાનું ખેતર છે.
  • ત્યાં મે ખેતરની મુલાકાત લીધી હતી.
  • ખેતર ખૂબ જ વિશાળ અને ધાન્યથી ભરપૂર હતું.
  • ખેતરની નજીક કૂવો હતો. કૂવા દ્વારા ધાન્ય ને પાણી પુરું પાડવામાં આવતું હતું.
  • એ ખેતરમાં સરસ મજાની લીલોતરી હતી.
  • એ ખેતરમાં મગફળીનું વાવેતર હતું.
  • આ ઉપરાંત મેં જાણ્યું કે ખેતરમાં વિવિધ જેવા કે બાજરો, મકાઈ વગેરેનું વાવેતર પણ કરવામાં આવે છે.
  • ખેતર ની આસપાસ વિવિધ વૃક્ષો જે કે લીમડો, પીપળો, વડલો હતાં.
  • આ ઉપરાંત જામફળ, બોર, જાંબુ, ચીકુ જેવા ફળોના વૃક્ષો હતાં.
  • ખેતરમાં રહેલા બળદો અને ગાયો પણ જોયા.
  • ખેતરે અમે બધાએ ખૂબ મજા કરી સાંજે પાછા આવી ગયાં.
  • મને ખેતર વિશે ઘણું નવું જાણવા મળ્યું.

 

ફળ , શાકભાજી, ફલ, ના નામ .અંક ૧થી ૨૦

 

 

 

 

                                      SEM : 2

 

*લેશન નં. ૧૧ --- આકાશ

 

  • શબ્દાર્થ (Glossary )
  • પ્રકાશ- light
  • ગરમી – heat
  • શીતળ – cool
  • પૂનમ --- full moon night
  • અમાસ – no moon day
  • આકાશ – sky
  • તારા – stars
  • સૂર્યોદય – sunrise
  • સૂર્યાસ્ત- sunset

*મેઘ ધનુષ—rainbow

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() આકાશમાં સૂર્ય ક્યારે ઊગે છે ?

ઉત્તર : આકાશમાં સૂર્ય સવારે ઊગે છે.

() સૂર્યપ્રકાશથી શું થાય છે ?

ઉત્તર: સૂર્યપ્રકાશથી ગરમી થાય છે.

કોઈ (() પૂનમની રાત્રે ચંદ્ર નો આકાર કેવો હોય છે ?

ઉત્તર : પૂનમની રાત્રે ચંદ્ર નો આકાર પૂરેપૂરો ગોળ હોય છે.

() કઈ રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી ?

ઉત્તર : અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી.

 

(આ) કૌંસમાં થી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

() દિવસે આકાશમાં સૂર્ય પ્રકાશે છે. (ચંદ્ર, સૂર્ય )

() સૂર્યના પ્રકાશથી ગરમી લાગે છે. ( ગરમી , ઠંડી )

() અમાસની રાત્રે આકાશમાં તારા જોવાની મજા આવે .(ચંદ્ર , તારા )

()  મેઘ ધનુષ માત્ર ચોમાસામાં જ દેખાય. ( શિયાળા, ચોમાસા)

() અમાસ પછી ચંદ્ર વધતો જાય છે . ( વધતો , ઘટતો )

 

(ઇ) કૌંસમાં થી સમાનાર્થી શબ્દ શોધીને લખો.

     (   અગણિત, નભ , અજવાળું, ઠંડો )

() આકાશ = નભ

() પ્રકાશ = અજવાળું

() શીતળ = ઠંડો

 () અસંખ્ય = અગણિત

 

(ઈ) શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.

* (દિવસ × રાત

 () સૂર્યોદય × સૂર્યાસ્ત

 () ઊગે × આથમે

 () ગરમી × ઠંડી

 

(ઉ) અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો.

()  Sky : આકાશ

() Sunset : સૂર્યાસ્ત

() sunrise : સૂર્યોદય

() rainbow : મેઘધનુષ

 

(ઊ) 'ચંદ્ર ' વિશે ત્રણ વાકયો લખો.

ઉત્તર : રાત્રે આકાશમાં ચંદ્ર પ્રકાશે છે.

--- ચંદ્રનો પ્રકાશ શીતળ હોય છે.

--- ચંદ્ર ના પ્રકાશ ને ચાંદની કહેવાય છે.

--- પૂનમની રાત્રે ચંદ્ર પૂરેપૂરો ગોળ હોય છે.

 

 

  • વચન
  • એકવચન. બહુવચન
  • ચોપડી. --            ચોપડીઓ
  • વિદ્યાર્થી ---         વિદ્યાર્થીઓ
  • તહેવાર -----       તહેવારો
  • શિક્ષક -----      શિક્ષકો
  • સસલું -----         સસલાં
  • કારખાનું ‌. ----        કારખાનાં
  • રૂપિયો -----       રૂપિયા
  • દિકરો ------     દીકરા
  • લોટો.              -----      લોટા

 

 

 

_-_  પતંગ, દેશ , મોર જેવા કેટલાક શબ્દોના બહુવચન ના રૂપો સરખાં હોય છે. તેમના બહુવચન નાં રૂપો બદલાતાં નથી.

 

  • ઉ. હ.

     એકવચન                  બહુવચન

  બોર.                           બોર

  વાઘ                           વાઘ

  પોપટ.                        પોપટ

    હાથ.                          હાથ

  પગ.                            પગ

 

લેસન નંબર. ૧૨ દશેરા

  • શબ્દાર્થ ( glossary )
  • ધાર્મિક – religious
  • તહેવાર – festival
  • વધ કર્યો – killed
  • પૂતળું – statue
  • આતશબાજી - display of firework
  • શુભ -  auspicious
  • શરૂઆત – beginning

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() દશેરાનો તહેવાર ક્યારે આવે છે ?

ઉત્તર :  દશેરાનો તહેવાર આસો સુદ દસમના દિવસે આવે છે.

() રામે કોનો વધ કર્યો હતો ?

ઉત્તર : રામે રાવણનો વધ કર્યો હતો.

() દશેરાના દિવસે શું ખાવાનો મહિમા છે?

ઉત્તર: દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે.

() લોકો કોનું પૂતળું બનાવીને બાળે છે ?

ઉત્તર : લોકો રાવણનું  પૂતળું બનાવીને બાળે છે.

() લોકોને શું જોવાની મજા આવે છે ?

ઉત્તર : લોકોને આતશબાજી જોવાની મજા આવે છે.

 

(આ) સમાનાર્થી શબ્દો લખો.

() વધ = હત્યા

() પૂતળું  =  મૂર્તિ , પ્રતિમા

() શુભ  =  સારું , કલ્યાણકારી

() તહેવાર = ઉત્સવ, પર્વ

 

 (ઇ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.

() શુભ  ×  અશુભ

() સુદ ×  વદ

() વિજય ×  પરાજય

() સાંજ  ×  સવાર

 

(ઈ) વચન બદલો .

() દિવસદિવસો

() પૂતળુંપૂતળાં

 

(ઉ) કૌંસમાં થી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા

પૂરો.

() દશેરા ધાર્મિક તહેવાર છે. ( સામાજિક , ધાર્મિક )

() દશેરાને  વિજયાદસમી પણ કહે છે. ( નવરાત્રી, વિજયાદસમી )

() કેટલાક લોકો શસ્ત્ર પૂજા કરે છે. ( ધન , શસ્ત્ર )

() દશેરાના દિવસે કેટલીક મંડળીઓ રામલીલા ભજવે છે. ( રામલીલા, રાસલીલા )

 

 (ઊ) અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો.

() religious : ધાર્મિક

() festival : તહેવાર

() statue : પૂતળું

() auspicious  :  શુભ

() beginning : શરૂઆત

() Killed : વધ કર્યો

 

લેસન નંબર૧૩ ન જોઈતી શિખામણ

શબ્દાર્થ (glossary )

() શિખામણ – advice

() માળો – nest

() ધ્રુજવું- Shiver

() ડોકિયું કર્યું – peeped

() ધીરજ – Patience

() ઘર – house

() મિજાજ – temper

() જીભ – tongue

() ખેંચવું – pull

 

(અ) પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() વાંદરો ક્યાં બેઠો હતો ?

ઉત્તર : વાંદરો એક ઝાડની ડાળી પર ઠૂંઠવાતો બેઠો હતો.

() સુઘરી ક્યાં બેઠી હતી ?

ઉત્તર : સુઘરી માળા માં બેઠી હતી.

() વાંદરા ને શિખામણ કોણે આપી ?

ઉત્તર : વાંદરાને સુઘરી એ શિખામણ આપી.

() સુઘરી નો માળો કોણે ફેંદી નાખ્યો ? કિંજલ

ઉત્તર : સુઘરી નો માળો વાંદરાએ ફેંદી નાખ્યો.

() આ વાર્તા નો બોધ લખો.

 શું કરે છે ઉત્તર : બોધ :- કહ્યા વગર ન જોઈતી શીખામણ કોઈને

અપાય નહીં.

 

(આ) કોચમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ( સુઘરી , વાંદરા, માળો )

() ડાળ ઉપર સુઘરીનો માળો હતો.

() સુઘરી ને દયા() વાંદરા નો મિજાજ ગયો.(ઇ) શબ્દોના અંગ્રેજી અર્થ લખો.

() શિખામણ : advice

() માળો : nest

() ધીરજ : Patience

() જીભ :  tongue

 

(ઈ) નીચેના જેવા બીજા શબ્દો લખો.

થરથર , કડકડ  ભડભડ, દળદળ , ખળખળ

 

Unit -4 લેસન નંબર.૧૪   રસ્તા સ્વચ્છ, ઘર સ્વચ્છ (કવિતા)

 

રસ્તા સ્વચ્છ, ઘર સ્વચ્છ,

બધાં સ્થળો સ્વચ્છ સ્વચ્છ.

રસ્તા પર કચરો નાખીએ નહીં,

ગમે ત્યાં કચરો ઠાલવીએ નહીં.

 

કચરો ક્યાં નાખશું ?

સ્ટેશન પર ? ના રે ના.  ઠાલવશુ

ફૂટપાથ પર ? ના રે ના.

આંગણામાં ના રે ના.

બાગમાં ? ના રે ના.

 

તો કચરો આપણે  નાખશું ક્યાં ?

કચરા ટોપલીમાં .

નકામા કાગળ ?

કચરા ટોપલીમાં.

કચરા ટોપલી ક્યાં ઠાલવશું ?

રસ્તા પરના પીપ માં .

પીપ ક્યાં ઠાલવશું ?

રમ્યુનિસિપાલટી ની કચરાગાડી માં .

કચરો ભરેલી ગાડી કચરાને ક્યાં લઈ જશે ‌ ?

કચરા ગાડી કચરાને દૂર લઈ જશે.

ત્યાં કચરાનો નાશ કરવામાં આવશે.

 

આપણાં ઘર સ્વચ્છ હોય.

આપણા રસ્તા સ્વચ્છ હોય.

આપણું ગામ સ્વચ્છ હોય.

રસ્તા સ્વચ્છ, ઘર સ્વચ્છ.

બધાં સ્થળો સ્વચ્છ સ્વચ્છ.

 

*શબ્દાર્થ ( glossary )

() સ્વચ્છ – clean

() રસ્તા – roads

() કચરો – littter

() ટોપલી – basket

(() કચરો – garbage

() દૂર –far away

() નાશ કરવો – to dispose off

 

() પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

 () રસ્તા પર શું નાખવું જોઈએ નહીં ?

ઉત્તર : રસ્તા પર કચરો નાખવો જોઈએ નહીં.

 () કચરા ગાડી માં ના કચરા ને શું કરવા માં આવે છે?

ઉત્તર : કચરા ગાડી માં કચરાનો નાશ કરવામાં આવે છે.

(આ) કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો.

() રસ્તા પર કચરો નાખી એ નહીં .

 () કચરો ક્યાં નાખશું ? -- સ્ટેશન પર ? ના રે ના

                                      ફૂટપાથ પર ? ના રે ના

  

 

() રસ્તા સ્વચ્છ  , ઘર સ્વચ્છ

બધા સ્થળો સ્વચ્છ સ્વચ્છ.

 

( ) ખાલી જગ્યાઓ પૂરો.

() રસ્તા પર કચરો નાખી એ નહીં  .

() કચરો કચરા ટોપલી મા નાખીએ.

() કચરા ગાડી કચરા ને દૂર લઈ જશે.

 

( ) વચન બદલો.

() સ્થળોસ્થળ

() રસ્તા રસ્તો

() આંગણું આંગણાં

() કચરા ટોપલી - કચરા ટોપલીઓ

() ગાડી ગાડીઓ

() આપણાં આપણું

 

લેસન નંબર ૧૫ ( એન્જિન દાદા, એન્જિન દાદા  ( કવિતા )

એન્જિન દાદા, એન્જિન દાદા,

શું કરો છો કામ ?

દબાઓ ને જોડુ છું , તમને બેસાડું છું,

જાઉં છું નવાં નવાં ગામ .

 

એન્જિન દાદા, એન્જિન દાદા ,

શું કરો છો કામ ?

પાણી ખૂબ પીવું છું,

વરાળ બનાવી છોડું છું ,

જાઉં છું નવાં નવાં  ગામ.

એન્જિન દાદા, એન્જિન દાદા,

શું કરો છો કામ ?

કોલસા ખાઉં છું, ધુમાડો છોડું છું ,

જાઉં છું નવાં નવાં ગામ.

એન્જિન દાદા, એન્જિન દાદા,

શું કરો છો કામ ?

લીલી ઝંડી જોઉં ત્યાં

ઝટ ચાલવા લાગું છું ,

જાઉં છું નવાં નવાં ગામ.

એન્જિન દાદા, એન્જિન દાદા,

શું કરો છો કામ ?

સીટી વગાડું છું, ગિરદી હટાવું છું ,

જાઉં છું નવાં નવાં ગામ.

 એન્જિન દાદા, એન્જિન દાદા,

શું કરો છો કામ ?

લાલ બત્તી જોઉં છું, તરત ઊભો રહું છું.

જાઉં છું નવાં નવાં ગામ .

 

  • શબ્દાર્થ (glossary)

() જોડું છું – join

() નવા- new

() પીવું છું – drink

() વરાળ – steam

 () કોલસા- coal

 () ધુમાડો – smoke

 () ઝંડી – flag

 () સીટી – whistle

 () ગિરદી – crowd

 

() પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() એન્જિન દાદા શું જોડે છે ?

ઉત્તર : એન્જિન દાદા ડબ્બાને જોડે છે.

() એન્જિન દાદા ક્યાં જાય છે ?

ઉત્તર: એન્જિન દાદા નવા નવા ગામ જાય છે

 ()  એન્જિન દાદા શું જોતાં ઝટ ચાલવા લાગે છે ?

ઉત્તર : એન્જિન દાદા લીલીઝંડી  જોતાં ઝટ ચાલવા લાગે છે.

 () એન્જિન દાદા શું જોતાં તરત ઊભા રહે છે ?

ઉત્તર એન્જિન દાદા લાલ બત્તી જોતાં તરત  ઊભા  રહે છે .

 

 () કાર્ય લખો.

 () એન્જિન દાદા પીવે છે ---.    પાણી

() એન્જિન દાદા ખાય છે. ----   કોલસા

() એન્જિન દાદા છોડે છે. -----  ધુમાડો

 

( )  સમાનાર્થી શબ્દો લખો.

  () કામ =.  ક્રિયા, કાર્ય

  () વરાળ  =  બાફ

  () પાણી = જળ , નીર

  () સીટી  = વીસલ

 

(ઈ)  શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.

 (પાણી એન્જિન દાદા પાણી ખૂબ પીવે છે.

 () લાલ‌.  :  મને લાલ કલર ગમે છે.

 () લીલી  :  લીલી ઝંડી જોઉં છું .

 

 

 

લેસન નંબર ૧૬ અભિનય ગીત ( પંડિત ચાલ્યા જાય છે.  ( કવિતા )

 

પંડિત ચાલ્યા જાય છે.

પગમાં જૂના જોડા પહેરી , પંડિત ચાલ્યા જાય છે.

માથે એને ટાલકું ને , ચોટલી ફરફર થાય છે;

આંખો ઉપર ચશ્માં પહેરી , પંડિત ચાલ્યા જાય છે.

પૂંછ જેવી મૂછો એની , ગાગર જેવી  ફાંદ  છે ;

                                     પંડિત ચાલ્યા……..

આંબા ઉપર કેરી દેખી , કેરી લેવા જાય છે .

ટપાક દઈને કેરી તૂટી , ટાલકે અથડાય છે.

                                        પંડિત ચાલ્યા…….

આકાશમાં તો વિમાન દેખી, વિમાન જોવા જાય છે.

બાઘા જેવાં ફાંફાં મારેગધેડે અથડાય છે.

                                      પંડિત ચાલ્યા………

 

 

શબ્દાર્થ (Glossary )

()  પંડિત – learned man

(ટાલ – blad patch

(ચશ્માં – spectacles

() મૂછ – moustache

() ફાંદ – belly

No() અથડાવું – collide

() લીંબુ – lemon

 

() પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

() પંડિતે પગમાં શું પહેર્યું છે ?

ઉત્તર : પંડિતે પગમાં જૂના જોડા પહેર્યા છે.

() પંડિતની ફાંદ કોના જેવી છે ?

ઉત્તર : પંડિતની ફાંદ ગાગર જેવી છે.

() પંડિત કોની સાથે અથડાય  છે ?

ઉત્તર : પંડિત ગધેડા સાથે અથડાય છે .

(આ)  કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો .

() માથે એને ટાલકું ને, ચોટલી ફરફર થાય છે.

() ટપાક દઈને કેરી તૂટી , ટાલકે અથડાય છે.

() આકાશમાં તો વિમાન દેખી, વિમાન જોવા જાય છે.

 

(ઇ) વચન બદલો.

() પંડિતપંડિતો

() આંખોઆંખ

() મૂછો  -- મૂછ

() ગધેડુંગધેડાં

 

 

  • ધ્વનિ દશૅક શબ્દો

() શબ્દો બોલો , લખો અને ધ્વનિ દશૅક શબ્દ ની સામે (✓) નિશાની કરો.

 () સરસર ✓.          (કણકણ

 () ઘરઘર.                (ઘણઘણ

 () ટપટપ.   ✓         () ડમડમ  ✓

 ()  ઠપઠપ.               (ઢમઢમ  ✓

(૧૦) ખડખડ ✓          (૧૧)  કડકડ. ✓

(૧૨) બડબડ              (૧૩) તડતડ

(૧૪) ખટપટ.              (૧૫) ભડભડ

(૧૬) ઝટપટ               (૧૭ધડધડ

(૧૮) સરરર ✓            (૧૯) ટણણણ

(૨૦) ફરરર ✓             (૨૧ધણણણ

 

લેસન નંબર --૧૭

 

*વાર્તા કહો--- તરસ્યો કાગડો

___  એક કાગડો હતો. તેને ખૂબ તરસ લાગી . તે પાણી શોધવા લાગ્યો. એટલામાં તેને એક કૂંજો દેખાયો. તે ઊડતો ઊડતો કૂંજા પાસે  ગયો. કૂંજા માં

પાણી ઓછું હતું. તેથી કાગડાની ચાંચ  પાણી સુધી પહોંચી નહીં . હવે શું કરવું ? તે વિચાર કરવા લાગ્યો.

કાગડાએ આસપાસ જોયું. તેણે કાંકરા પડેલા જોયા.

તેણે ચાંચમાં એક કાંકરો લીધો. તેણે તે કાંકરો કૂંજામાં નાખ્યો. કુંજામાં પાણી ઉપર આવ્યું ત્યાં સુધી તેણે કાંકરા નાખ્યા.

 

____    કૂંજામા પાણી ઉપર આવતાં તેણે ચાંચ બોળી.

તેણે પેટ ભરીને પાણી પીધું. પછી તે ખુશ થઈ કા….

કા….. કરતો દૂર દૂર ઊડી ગયો.

 

 

 

લેસન નંબર૧૯ અંક : ૧૧ થી  ૨૦

‌‌(અ,) અંક લખો અને વાંચો :

   

ગુજરાતી

અંગ્રેજી

ગુજરાતી

અંગ્રેજી

   ૧૧

       11

અગિયાર

Eleven

    ૧૨

       12

   બાર

Twelve

    ૧૩

       13

   તેર

Thirteen

    ૧૪

       14

 ચૌદ

Fourteen

    ૧૫

       15

પંદર

Fifteen

     ૧૬

       16

સોળ

Sixteen

     ૧૭

       17

સત્તર

Seventeen

     ૧૮

       18

અઢાર

Eighteen

      ૧૯

       19

ઓગણીસ

Nineteen

      ૨૦

       20

વીસ

Twenty

 

(આ) ખાલી જગ્યા પૂરો.

 

૧૧ અગિયાર

 ૧૨ બાર

 ૧૪ ચૌદ

૧૬ સોળ

 ૧૭ સત્તર

૧૯ ઓગણીસ

 

 

 

 

 

લેસન નંબર : ૨૦ અંક ૨૧ થી ૩૦

 

ગુજરાતી

·                  અંગ્રેજી

·                  ગુજરાતી

·                  અંગ્રેજી

·                  ૨૧

    21

·                  એકવીસ

·                  Twenty-,one

    ૨૨

·                  22

·                  બાવીસ

·                  Twenty- two

2    ૨૩

·                  23

·                  તેવીસ

·                  Twenty-three

   ૨૪

·                  24

·                  ચોવીસ

·                  Twenty - four

    ૨૫

·                  25

·                  પચીસ

·                  Twenty - five

    ૨૬

·                  26

·                  છવ્વીસ

·                  Twenty - six

    ૨૭

·                  27

·                  સત્તાવીસ

·                  Twenty - seven

    ૨૮

·                  28

 અઠ્ઠાવીસ

·                  Twenty -Eight

    ૨૯

·                  29

·                  ઓગણત્રીસ

·                  Twenty- nine

    ૩૦

·                  30

·                   ત્રીસ

·                   Thirty

 

 

 

( આ,) ખાલી જગ્યા પૂરો.

૨૧ એકવીસ

·                  ૨૩ તેવીસ

·                  ૨૫ પચીસ

૨૭ સત્તાવીસ

·                  ૨૯ ઓગણત્રીસ

·                  ૩૦ ત્રીસ

·                   

·                   

·                   

 

 

લેસન નંબર :૨૧ અઠવાડિયાના વાર

વાંચો અને લખો.

·                  ગુજરાતી

·                  અંગ્રેજી

·                   

·                  રવિવાર

·                  Sunday

·                   

·                  સોમવાર

·                  Monday

·                   

·                  મંગળવાર

 Tuesday

·                   

·                  બુધવાર

·                  Wednesday

·                   

·                  ગુરૂવાર

·                  Thursday

·                   

·                  શુક્રવાર

·                  Friday

·                   

·                  શનિવાર

·                  Saturday

·                   

 

(આ)  જોડકા જોડો .

         .                             ઉત્તર.                        

. Monday

    સોમવાર

   શુક્રવાર

Saturday

    શનિવાર

    મંગળવાર

3 Friday

   શુક્રવાર

    સોમવાર

Sunday

    રવિવાર

    ગુરુવાર

Thursday

   ગુરુવાર

    બુધવાર

Wednesday

    બુધવાર

   શનિવાર

Tuesday

    મંગળવાર

  રવિવાર

 

 

 

 

 

લેસન નંબર૨૨   અંગ્રેજી મહિના

 

(અ)  વાંચો અને લખો.

 

 

જાન્યુઆરી

 .  જુલાઇ

. ‌ ફેબ્રુઆરી

. ઓગસ્ટ

.  માર્ચ

. સપ્ટેમ્બર

. એપ્રિલ

૧૦ ઓક્ટોબર

. મેં

૧૧. નવેમ્બર

. જૂન

૧૨. ડિસેમ્બર

 

 

 

 

 

 

 

 

 

 

(આ)  જોડકાં જોડો 

     ().                       ઉત્તર.                          ()

. January

     જાન્યુઆરી

  એપ્રિલ

. May

 

     મેં

  ઓગસ્ટ

. April

    એપ્રિલ

 ડિસેમ્બર

. November

   નવેમ્બર

 માર્ચ

. August

   ઓગસ્ટ

 જાન્યુઆરી

. December

  ડિસેમ્બર

   જૂન

. March

  માર્ચ

  નવેમ્બર

. June

   જૂન

   મેં

 

 

લેસન નંબર : ૨૩ ગુજરાતી મહિના અને ઋતુઓ

 

   મહિના.                                        ઋતુઓ                

શિયાળો

કારતક.                        __.     દિવસો ટૂંકા , રાત લાંબી હોય.

માગશર.                      __   ઠંડી પડે.

. પોષ.                            __ ઊનના  ગરમ કપડાં પહેરીએ.

. મહા .                         __ નાતાલ અને ઉત્તરાયણ જેવા તહેવારો આવે.     

 

ઉનાળો

 

ફાગણ                         __ દિવસો લાંબા, રાત ટૂંકી હોય.

. ચૈત્ર                              __  ગરમી પડે.

. વૈશાખ ‌.                     __  સુતરાઉ અને સફેદ કપડાં પહેરીએ.

. જેઠ.                           __  હોળી અને ગુડી પડવો જેવા તહેવારો આવે.

 

                                                       ચોમાસું

૯ .  અષાઢ.                       __ વરસાદ પડે.

૧૦.  શ્રાવણ.                     __  છત્રી અને રેઇનકોટ ની જરૂર પડે.

૧૧. ભાદરવો.                  __  નવરાત્રિ, દિવાળી, રક્ષાબંધન,

૧૨.  આસો.                      __ દશેરા જેવા તહેવારો આવે.

 

 

 

(અ) ખાલી જગ્યાઓમાં ખૂટતા મહિનાના નામ લખો..

 

૧.          કારતક.                                  ૭.       વૈશાખ

૨.         માગશર.                                ૮  .       જેઠ

૩.         પોષ.                                       ૯. ‌   અષાઢ

૪.         મહા.                                       ૧૦.  શ્રાવણ

૫.      ફાગણ.                                       ૧૧. ભાદરવો

૬.     ચૈત્ર.                                            ૧૨.  આસો

 

 

(આ)  ખાલી જગ્યાઓ પૂરો.

(૧)  વર્ષની ત્રણ ઋતુ ઓ છે :  શિયાળો  , ઉનાળો ,  ચોમાસુ .

(અ(૨) ઉનાળામાં રાત ટૂંકી હોય છે.

ચિત્ર જોઈ(૩)  જેઠ  પછી અષાઢ મહિનો આવે.

(૪)  આસો પહેલાં ભાદરવો મહિનો આવે.

 (૫) છત્રી અને રેઈનકોટ ની જરૂર ચોમાસા માં પડે .

 (૬) હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવે.

  

(ઇ) પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.

(૧)  વર્ષની ઋતુઓ કેટલી  ?

ઉત્તર: વર્ષની ઋતુઓ ત્રણ છે .

(૨) શિયાળા પછી કઈ ઋતુ આવે છે ?

ઉત્તર : શિયાળા પછી ઉનાળાની ઋતુ આવે છે.

(૩)  શિયાળા પહેલા કઈ ઋતુ આવે છે ?

ઉત્તર: શિયાળા પહેલા ચોમાસાની ઋતુ આવે છે.

(૪)  ફાગણ પછી કયો મહિનો આવે છે ?

ઉત્તર : ફાગણ પછી ચૈત્ર મહિનો આવે છે.

(૫)  દશેરાનો તહેવાર કયા મહિનામાં આવે છે ?

ઉત્તર : દશેરાનો તહેવાર આસો મહિનામાં આવે છે.

(૬)  આપણે ઊનનાં ગરમ કપડાં કઇ ઋતુમાં પહેરીએ છીએ ?

ઉત્તર : આપણે ઊનનાં ગરમ કપડા શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ.

(૭) છત્રી અને રેઈનકોટ ની જરૂર ક્યારે પડે છે?

ઉત્તર : છત્રી અને રેઈનકોટની  જરૂર ચોમાસામાં પડે છે.

(૮) કઇ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે?

ઉત્તર : શિયાળાની ઋતુમાં દિવસો ટૂંકા હોય છે.

(૯) કઇ ઋતુમાં ખૂબ ગરમી પડે છે ?

ઉત્તર : ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમી પડે છે.

 

 

  • ગુજરાતી વ્યાકરણ

 

લેસન નંબર.: ૨૪ પુલ્લિંગ    ( કેવો )

‘ કેવો '  શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગ મળે .

દા. ત.  ,. કેવો ઘોડો  ?

  • (અ) ચિત્રો જોઈ નીચે આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પડે ખાલી જગ્યા પૂરો અને વાક્યો ફરી લખો.

( સૈનિક , ધોડો , વડ , વાઘ, કાગડો , મોર )

. હ.

() આ ઘોડો છે.

ઘોડો કેવો છે ?

() આ સૈનિક છે

સૈનિક કેવો છે?

(૩) આ મોર છે.

મોર કેવો છે ?

(૪) આ વાઘ  છે .

વાઘ કેવો છે ?

(૫) આ કાગડો છે.

કાગડો કેવો છે ?

(૬) આવડ છે

વડ  કેવો છે ?

 

 

લેસન નંબર : ૨૫ સ્ત્રીલિંગ (કેવી)

‘ કેવી ' શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી સ્ત્રીલિંગ મળે.

દા. ત. કેવી ગાય ?

(અ) ચિત્રો જોઇને નીચે આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો અને વાક્યો ફરી લખો.

( આગગાડી , બસ , મોટર , કેરી, ગાય, ચકલી )

ઉ.દા.

(૧)  આ ગાય છે.

ગાય કેવી છે ?

(૨ ) આ કેરી છે.

કેરી કેવી છે ?

(૩) આ મોટર છે.

મોટર કેવી છે ?

(૪) આ આગગાડી છે.

આગગાડી કેવી છે. ?

(૫) આ ચકલી છે ?

 

ચકલી કેવી છે ?

(૬) આ બસ છે.

બસ કે વી છે. ?

 

લેસન નંબર . ૨૬ નપુસકલિંગ ( કેવું )

 

‘ કેવું ' શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી  નપુંસકલિંગ  મળે.

દા . ત., કેવું ઝાડ ?

(અ) ચિત્રો જોઈ નીચે આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો અને વાક્યો ફરી લખો.

 

( આકાશ, વિમાન , ઊન , કેળું, રીંગણ , બૅટ )

ઉદા.,

ગોપનીયતા(૧) આ ઊન છે.

ઊન કેવું છે ?

(૨) આ બેટ છે.

બેટ કેવું છે ?

(૩) આ કેળુ છે .

કેળું કેવું છે ?

(૪) આ વિમાન છે.

વિમાન કેવું છે ?

(૫) આ આકાશ છે.

આકાશ કેવું છે ?

(૬) આ રીંગણ છે .

રીંગણ કેવું છે ?

(આ) નીચેના શબ્દો ને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્યો તૈયાર કરો અને લખો.

ઉ.હ. :- કાગડો છે આ.--  . આ કાગડો છે .

 

૧. કારેલું આ છે. --  આ કારેલું છે .

૨. છે કમળ આ. –આ કમળ છે.

૩. આ છે નળ .— આ નળ છે.

૪. જલેબી છે આ. – આ જલેબી છે .

. છે આ વાઘ. -  આ વાઘ છે.

. છે આગગાડી આ .-- આ આગગાડી છે.

૭.આ છે સાકર – આ સાકર છે.

.  છે ચીકુ ‌ આ – આ ચીકુ છે.

. મરચું આ છે .—  મરચું છે.

૧૦ .ગાજર છે આ .-- આ ગાજર છે.

 

(ઇ) ખાલી જગ્યાઓમાં ‌' કેવો ' ,  ‘કેવી ' કે ' કેવું '  મૂકી પ્રશ્ન વાક્ય બનાવો.

૧. કેવો વાંદરો છે ?              ૨.  કેવી બિલાડી છે ?

૩. કેવી કેરી છે ?                  ૪. કેવી ચકલી છે ?

૫. કેવો વાઘ છે ?                 ૬ . કેવો મોર છે ?

૭. કેવું વિમાન છે ?             ૮. ‌ કેવું  કેળું છે ?

 

લેસન નંબર -૨૭ પુંલ્લિંગ (પેલો )

‘ પેલો શબ્દ પુલ્લિંગ માટે વપરાય : દા. ત. પેલો મગર છે.

(અ) ચિત્રો જોઈ નીચે આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો અને વાક્યો ફરી લખો.

૧. પેલો મગર છે.

૨. પેલો બળદ છે.

૩. પેલો વરસાદ છે .

૪. પેલો દરિયો છે.

૫. પેલો વાંદરો છે.

૬. પેલો પલંગ છે.

 

લેસન નં. ૨૮    સ્ત્રીલિંગ  (પેલી)

‘પેલી '  શબ્દ સ્ત્રીલિંગ માટે વપરાય : દા. ત. પેલી ઈમારત છે.

(૧) પેલી ઈમારત છે.

(૨) પેલી છત્રી છે.

(૩) પેલી દુધી છે.

(૪) પેલી છોકરી છે.

(૫) પેલી નદી છે .

(૬) પેલી આગબોટ છે.

 

લેસન નંબર.૨૯ નપુસકલિંગ  (પેલું )

‘ પેલું ' શબ્દ નપુસકલિંગ માટે વપરાય: દા. ત. પેલું ઘર છે.

(અ) ચિત્રો જોઈ નીચે આપેલા આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો.

(૧) પેલું ઘર છે.

(૨) પેલું ઘાસ છે .

(૩) પેલુ ઓશીકું છે.

(૪) પેલુ બાળક છે.

(૫) પેલુ જંગલ છે.

(૬) પહેલું પુસ્તક છે.

 

*સ્વાધ્યાય

(આ) શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્યો તૈયાર કરી લખો.

ઉદાહરણ: છે પેલો પથ્થર. --  પેલો પથ્થર છે.

ઘર૧) કેબલ છે પેલું --  . પેલુ ટેબલ છે.

) છે કેરી પેલી. --     પેલી કેરી છે.

) છે ચા પેલી. --      પેલી ચા છે.

) છે જલેબી પેલી. --  પેલી જલેબી છે.

૫) દાગીના પેલા છે. --  પેલા દાગીના છે.

 

(૬) કૂતરો પેલો છે.--      પેલો કૂતરો છે.

૭) છે પાણી પેલું   --      પેલુ પાણી છે.

) છત્રી પેલી છે..       પેલી છત્રી છે.

 

(ઇ,) ખાલી જગ્યાઓમાં   ‘પેલો' , ' પેલી ' , કે '  પેલું ' માં થી યોગ્ય શબ્દો લખો.

 

. પેલું  વિમાન છે.                             ૨)  પલો  કાગડો છે.

૩) પેલો ઘોડો છે.                                 ૪) પેલો પવૅત છે.

૫) પેલી કેરી છે.                                  ૬) પેલી નદી છે.

૭) પેલી ચકલી છે.                             ૮) પેલું આકાશ છે.

 

લેસન નંબર – ૩૦ સમાનાર્થી શબ્દો.

 

૧) અંગ  =   શરીર, તન                               ૨) ચંદ્ર  = સોમ , શશી

૩) પવન = સમીર, અનિલ.                          ૪) રાત =  નિશા, રજની

૫) સિંહ =  કેસરી, વનરાજ                           ૬) ફૂલ = પુષ્પ, સુમન

૭) સમુદ્ર =  સાગર , દરિયો                          ૮) પૃથ્વી = અવનિ, ધરણી

૯) સૂર્ય = રવિ , ભાનુ                          ‌‌       ૧૦) અરણ્ય = જંગલ,વન

 

 

લેસન નંબર – ૩૧ વિરુદ્ધાર્થી શબ્દો .

 

૧)  કાળું.   × . ધોળું.                                      ૨) લાભ ×  ગેરલાભ

૩) સવાર ×  સાંજ.                                         ૪) દિવસ  ×  રાત

૫) સુખ   ×  દુ:ખ.                                           ૬) હકાર ×  નકાર

૭) કડવું ×  ગળ્યું                                          ૮) હોશિયાર × ઠોઠ

૯) સજીવ ×  નિર્જીવ.                                  ૧૦) અંદર × બહાર

 

નિબંધ – ૧           હોળી

 

૧) હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.

૨) હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે.

૩) શેરીએ શેરીએ લોકો લાકડા અને છાણાં ભેગા કરે છે.

૪) સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે.

૫) લોકો ધાણી ચણા વડે હોળીની પૂજા કરે છે.

૬) કેટલાક લોકો હોળીની પ્રદક્ષિણા કરીને શ્રીફળ હોમે છે.

૭) રાત્રે લોકો મિષ્ટાન જમે છે.

૮) હોળીનો બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે.

૯) આ આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટી આનંદ

     મનાવે છે.

૧૦) રાજસ્થાનીઓનો આ પ્રિય તહેવાર છે.

૧૧) હોળી રંગ રાગ અને ઉલ્લાસનો તહેવાર છે.

                          

 

 

નિબંધ—૨   મારો પરિચય

 

  • મારું નામ _____________   છે  .
  • મારી મમ્મીનું નામ __________  છે.
  • મારા પપ્પાનું નામ.__________  છે.
  • મારે ________ ભાઈ અને   __________    બહેન  છે.
  • મારી ઉંમર ૮ વર્ષ ની છે.
  • હું સેન્ટ જોસેફ સ્કૂલમાં ભણું છું.
  • હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું.
  • મને લખવું અને વાંચવું ગમે છે.
  • હું થોડી વાર રમવા જાઉં છું.
  • હું દરરોજ દાદીમા પાસે ગુજરાતી વાર્તા સાંભળું છું.
  • મને વાર્તા સાંભળવી ગમે છે. હું વાર્તા સાંભળીને પછી સુઈ જાવ છું.

---------------------------------------------------------------