ધોરણ :૫   ફર્સ્ટ સેમેસ્ટર સિલેબસ ટેક્સ બુક એક્સરસાઇઝ

સ્વર, વ્યંજન, બારાક્ષરી

 

  • લે. નં. :   વાંદરાને વાંચતાં ન આવડે

 

પે.નં.  ૫  -- પ્રશ્ન નંબર .૬

નીચે આપેલા પ્રશ્નો ના જવાબ લખો.

૧. વાંદરા નું નામ શું હતું ?

ઉત્તર : વાંદરા નું નામ ખટખટ હતું.

૨ વાંદરા ની ચિંતા કોણ કરતું હતું ?

ઉત્તર : વાંદરા ની ચિંતા સુઘરી (ચટપટ ) કરતી હતી.

૩. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી ?

ઉત્તર:  ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગતી       હતી . ઉનાળામાં ગરમી સહન કરવી પડતી હતી. અને ચોમાસામાં વરસાદ થી ભીંજાવું પડતું હતું . આ બધી મુશ્કેલીઓ ઘર વગર વાંદરાઓને પડી હતી.

૪. ઠંડીથી બચવા વાંદરાઓએ શું  કર્યું ?

ઉત્તર : ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાંનું

           તાપણું કર્યું .

૫. ‌‘ આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે.’ એવું વાંદરાએ કેમ કહ્યું હશે ?

ઉત્તર : કારણકે સુઘરી છે એ વાંદરા થી નાની હતી

              અને વાંદરા ને શિખામણ આપતી હતી, એ

            એમને ગમતું ન હતું. સુઘરીએ વાંદરાને ઠંડીથી

            બચવા ઘર બનાવવા માટે કહ્યું . વાંદરાને

           સુઘરી ની શિખામણ ગમતી ન હતી. એટલે

           વાંદરાએ એવું કહ્યું હશે કે આ નાનકડી સુઘરી

           મને સલાહ આપવા નીકળી.

૬. વાંદરાઓ વારંવાર શું બોલતાં હતાં ?

ઉત્તર: વાંદરાઓ વારંવાર હૂપ હૂપાહૂપ હૂપ……..

             એમ બોલતાં હતાં.

૭. સુઘરી ની સલાહ સાચી હતીall કે ખોટી ? કેમ ?

ઉત્તર : સુઘરી ની સલાહ સાચી હતી. કારણકે વાંદરા ભાઈ જો પોતાનું ઘર બનાવી લે તો તેને શિયાળો, ઉનાળો, અને ચોમાસામાં  પડતી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

  ૮. સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી ?

ઉત્તર : કારણકે સુઘરીએ વાંદરાભાઈને ઘર બનાવવાનું

  • કહ્યું પણ વાંદરા ભાઈએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું . એટલે સુઘરી એ વાંદરાની ચિંતા છોડી દીધી.

 ૯.  નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે  ? . ✓ કરો

       ૧ બિલાડી

        ૨. ચકલી. ✓

         ૩. કબૂતર  ✓

  .      ૪. કૂતરો

         ૫. ગાય

 પે. નં.  

પ્રશ્ન :૮  છૂટી ગયેલા શબ્દો શોધો. વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો.

ઉદા.

  • બારેમાસ એક ઝાડથી બીજા પર ફરતો રહે.

ઉત્તર : બારેમાસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરતો રહે.

૧.  ખટખટેઘરપાસેઅચરજજોયુ .

ઉત્તર: ખટખટે એક ઘર પાસે અચરજ જોયું.

૨. બિચારાવાંદરાભાઈઠંડીથીકેવાછે!

ઉત્તર : બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે !

૩ . ઉનાળામાંગરમીલાગશેનેચોમાસામાયબચીશકાશે

ઉત્તર : ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથીય બચી શકાશે્ .

૪. ખટખટએયતારેનથીબનાવવુ ?

ઉત્તર : ખટખટ, એય ખટખટ …. તારે ઘર નથી બનાવવું ?

૫. વાંદરાઓએનબનાવ્યુંતેજબનાવ્યું

ઉત્તર : વાંદરાઓએ ઘર ન બનાવ્યું તેજ  બનાવ્યું.

 પ્રશ્ન : ૯ ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો.

૧. માણસોને તાપતા જોઈ ખટખટ ને નવાઈ લાગી.

 ૨. માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગા કર્યા.

૩. ખટખટે હૂપાહૂપ કરી પોતાના મિત્રો ને બોલાવ્યા.

૪. ઉનાળામાં ખટખટ ને ખૂબ પરસેવો થતો.

૫. આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ફિકર  કરવાની છોડી દીધી.

 

       પ્રશ્ન  :10 ' બ’ માંથી સરખા અર્થ વાળું વાક્ય શોધી તેનો ક્રમ [ ‌] મા લખો.

                   અ.                             બ

                              ઉત્તર

૧.                    [ગ ]

૨. ‌.                   [ ક ]

૩.                     [ ઘ ]

૪.                      [ ‌ચ]

૫.                      [ ખ]

 

પ્રશ્ન ૧૧ અભિનય.  આ પ્રશ્ન કરવાનો નથી.

પ્રશ્ન : ૧૨ ઋતુ ઓળખો અને  લખો.                                                                      ૧. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે.  – શિયાળો

૨.  બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા --    ચોમાસુ

K૩. સુઘરી માળામાં ઝૂલતી હતી . --         ઉનાળો

૪. વાંદરા પૂછડી માથે મૂકી બેઠા . --     ચોમાસુ

૫. વાંદરાઓએ માણસોની નકલ કરી. --  શિયાળો

૬. ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા

      હતા – ઉનાળો

૭. આકાશમાંથી વરસે આગ  ડોશી મને પવન નાખ.-          

    ઉનાળો

.  સળગાવીને લાકડા, તાપણું કરે માંકડા.   -  શિયાળો

૯. ડાળે  ડાળે ફરીએ  ને  કૂદીએ ઘરના છાપરાં - શિયાળો

   ૧૦. ગડગડાટ કરતાં વાદળાં , પાણી આગળ પાછળ.

             ચોમાસું

પ્રશ્ન : ૧૩  આ પ્રશ્ન મૌખિક કરવાનો છે.

પ્રશ્ન :૧૪  કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો.

ઉદાહરણ : ચાર અક્ષર નું એક નામ   - . કબુતર

વાક્ય : કબૂતરને ચણતાં જોવાની મજા પડે.

૧. ચાર અક્ષરનું એનું નામ – કરોળિયો

વાક્ય : કરોળિયા ને આઠ પગ હોય છે.

૨. ચાર અક્ષરનું એનું નામ  -- કરચલો

વાક્ય : કરચલો પાણીમાં રહે છે.

૩. ચાર અક્ષરનું છે નામ- ‌ દરજીડો

વાક્ય: દરજીડો એક પક્ષી નું નામ છે.

૪.  પાંચ અક્ષર નું છે નામ. – કાન ખજૂરો

વાક્ય : કાન ખજૂરો એક ઝેરી જીવ જંતુ છે.

પ્રશ્ન ૧૫ ,૧૬,૧૭,૧૮, ૧૯  મૌખિક છે.

પ્રશ્ન 20 જુઓ , સમજો, લખો.

       ઉદા.          નખીશો – શોખીન

૧. ડીપચો.   -  ચોપડી

૨. નજી -          જીન

૩. નશલે - . લેશન

૪. યેળિફ - ‌ ફળિયે

૫. નહેબકુટી – ટીકુબહેન

૬. ગલંપ – પલંગ

૭. જ્ઞાઆ  -  આજ્ઞા

૮. ળાવાજઅ – અજવાળા

પ્રશ્ન : ૨૧  વિદ્યાર્થીએ જાતે કરવાનો છે.

પ્રશ્ન : ૨૨, ૨૩, મૌખિક છે.

 લેસન નં. પોટલાં ટપકે ટપ્પ

પે.નં. ૧૮  

પ્રશ્ન : ૧  વાતચીત

પ્રશ્ન :૨  સાચું હોય તો  ✓  કરો. ખોટું હોય તો  ×  કરો.

૧. કેટલાક વાદળાને  ધરતી પર ફરવા જવાનું મન થયું.

[ × ]

૨. વાદળાં રંગબેરંગી કપડા પહેરીને ફરવા નીકળ્યાં. [✓ ]

૩. વાદળાં એક પહાડની પાછળ જઈને બેઠાં.  [ × ]

૪. મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધાં .  [ ✓ ]

૫. વાદળાં બડબડાટ હસવા લાગ્યા.      [× ]

પ્રશ્ન :૩ એક જ શબ્દમાં ઉત્તર લખો.

૧. વાદળાં ભેગા થઈને કોની પાછળ જઈને બેઠાં ?

ઉત્તર : કાળાં વાદળાં

૨. વાદળાં  કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા ?

ઉત્તર :  પવનની ગાડીમાં

૩. વાદળાં એ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા ?

ઉત્તર :  સૂર્યોદય થયો.

૪. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળાં શું કરતા હતા ?

ઉત્તર : વાદળાં આંખો ચમકાવતા હતાં.

૫. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યુ

ઉત્તર :  વાવાઝોડું આવ્યું.

પ્રશ્ન :૪ નીચેનામાંથી સાચા અર્થ વાળા વાક્ય સામે [✓ ] કરો.

૧. ગુલાબી ઠંડી હતી.

ઉત્તર : મઝા પડે એવી ઠંડી હતી . [✓]

૨. સૂર્યોદય થયો..

ઉત્તર : સૂર્ય ઊગ્યો હશે. [✓]

૩. વાદળાં પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા.

ઉત્તર : પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા.

પ્રશ્ન :  ૫ વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો.

૧. (   ૭.)  વરસાદ વરસવા માંડયો.

૨. (   ૩  ) બધા વાદળાંએ કપડા પહેર્યા.

૩. (૪   )  વાદળાં ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા.

૪.  ( ૬  ) વાદળાની  આંખો ચમકવા લાગી.  

૫.  (૧)  કૂકડો કૂકડેકૂક કરતો હતો.

૬.  ( ૫ ) વાદળાં આકાશમાં દોડવા લાગ્યા.

૭. (૨) સવાર થઈ.

પ્રશ્ન :  ૬

આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ  [ ‌]  માં  લખો.

( ૧. વાવાઝોડું આવ્યું હોય એવું લાગે. ૨. વરસાદ આવ્યો એવું લાગે. ૩. સૂર્યોદય થયો એવું લાગે. ૪. વીજળી થાય એવું લાગે.)

૧. વાદળના હાથી એ સૂંઢથી મોટા ફૂંફાડા કર્યા .    ( ૧)

૨. આકાશમાં મોટી ટ્યુબલાઈટ ચાલુ થઈ.      (૩)

૩. ગુસ્સે થઈ વાદળાં ઝઘડ્યા.                               ( ૧)

૪. વાદળાંઓએ દિવાળી ઊજવી                           ( ૪ )

૫. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો (૨)

૬. એક વિશાળ કાર્યની આગિયા ઓએ બરણીમાં મિટિંગ કરી .      (૪)

૭. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો.    (૨)

૮. આકાશની પરીઓ એ વાળ ધોયા.     (૨)