- ગુજરાતી ધોરણ -૪ First & second syllabus.
સ્વર, વ્યંજન, બારાક્ષરી લે.નં. ૧ ટુ ૯ સુધી લે. નં. ૮ સે. સિલેબસ માં લીધેલ છે. નિબંધ, વાર્તા.
લેસન નંબર .—૧ આકાશ નો ચાંદો (કવિતા)
આકાશ નો ચાંદો મને હસતાં શીખવે , મંદ મંદ મંદ મને હસતાં શીખવે.
પિંજરા નો પોપટ મને બોલતાં શીખવે.
મીઠું મીઠું મીઠું મને બોલતાં શીખવે.
સાગર ની માછલી મને તરતાં શીખવે ,
ધીરે ધીરે ધીરે મને તરતાં શીખવે.
વનનો મોરલો મને નાચતાં શીખવે.
થન થન થન મને નાચતાં શીખવે.
શાળાના બહેન મને વાંચતાં શીખવે ,
શાળાના બહેન મને લખતાં શીખવે,
ખૂબ ખૂબ ખૂબ મને વાચતાં શીખવે.
ખૂબ ખૂબ ખૂબ મને લખતાં શીખવે. .
- શબ્દાર્થ (Glossary )
૧. મને – to me
૨. શીખવે- teach
૩. પિંજરું – cage
૪. મીઠું – sweet
૫. સાગર – sea
૬. તરવું—to swim
૭. વન – forest
૮. શાળા નાં બહેન – teacher
૯. ખૂબ – a lot
૧૦ . વાંચવું – to read
૧૧. લખવું – to write
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. આકાશ નો ચાંદો શું શીખવે છે. ?
ઉત્તર : આકાશનો ચાંદો મંદ મંદ હસતાં શીખવે છે.
૨. મીઠું મીઠું બોલતાં કોણ શીખવે છે ?
ઉત્તર : મીઠું મીઠું બોલતાં પિંજરા નો પોપટ શીખવે છે.
૩. મોર શું શીખવે છે ?
ઉત્તર : મોર થન થન નાચતાં શીખવે છે.
૪. તરતાં કોણ શીખવે છે ?
ઉત્તર : તરતાં સાગર ની માછલી શીખવે છે.
૫. શાળાનાં બહેન શું શું શીખવે છે ?
ઉત્તર : શાળાનાં બહેન વાંચતાં અને લખતાં શીખવે છે.
(આ) કોણ શીખવે તે લખો.
૧. વાંચતાં શીખવાડે -- શાળાના બહેન
૨ હસતાં શીખવાડે. – આકાશ નો ચાંદો
૩. નાચતાં શીખવાડે.—વનનો મોર
(ઇ) નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો.
૧. પિંજરાનો પોપટ મને બોલતાં શીખવે ,
૨. સાગર ની માછલી મને તરતાં શીખવે ,
૩. વનનો મોરલો મને નાચતાં શીખવે ,
(ઈ) સમાનાર્થી શબ્દો લખો.
(૧) સમુદ્ર = સાગર, દરિયો
(૨) મયૂર = મોર
(૩) ગગન = આકાશ , નભ
(૪) જંગલ = વન, અરણ્ય
(ઉ ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.
૧. હસવું × રડવું
૨. વાંચવું × લખવું
૩. મીઠું × કડવું
૪. ખૂબ × ઓછું, થોડું
લેસન નંબર :- ૨ ઘર નો નાસ્તો
શબ્દાર્થ ( Glossary )
ડો૧. ઉપદેશ – advice
૨. ગંદું – dirty
૩. ગંદકી – shabbiness
૪. વાસી – stale
૫. માખી – flies
૬. બીમારી – sickness
૭. જંતુ – worms
૮. પૌષ્ટિક – nutritious
,(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. બરફનો ગોળો કોને ખાવો છે ?
ઉત્તર : સાહિલ ને બરફનો ગોળો ખાવો છે.
૨. બરફના ગોળા ખાવા થી કોણ બીમાર પડ્યું ?
ઉત્તર : બરફના ગોળા ખાવાથી પાર્થ બીમાર પડ્યો.
૩. કોના પેટમાં દુખવા લાગ્યું ?
ઉત્તર : જયેશ ના પેટ માં દુખવા લાગ્યું ?
,૪. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે ?
ઉત્તર : સમીપ ની મમ્મી દરરોજ નવી નવી વાનગીઓ બનાવે છે.
(આ) ખાલી જગ્યા પૂરો.
૧. ખુલ્લાં ફળો પર ધૂળ હોય.
૨. આપણે ઘરે બનાવેલી વાનગીઓ ખાવી જોઈએ.
૩. બરફના ગોળા ખાતો હતો તેથી પાર્થના કાકડા ફૂલી ગયા .
(ઇ) શબ્દોનું વચન બદલો .
૧. નાસ્તો - નાસ્તા
૨. ફળ - . ફળો
૩. પદાર્થ- પદાર્થો
૪. અઠવાડિયું - અઠવાડિયાં
(ઈ) નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો.
૧. તું સાહેબ ની જેમ મને ઉપદેશ આપતો થઈ ગયો.
ઉત્તર : સાહિલ બોલે છે.
૨. મને જે સાચું લાગે છે તે તને કહું છું.
ઉત્તર : સમીપ બોલે છે.
૩. તેઓના કપડાં ગંદાં હોય છે .
ઉત્તર : સમીપ બોલે છે .
૪. આપણે ઘેર બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ.
ઉત્તર: સમીપ બોલે છે.
૫. યૂ આર રાઈટ !
ઉત્તર : સાહિલ બોલે છે.
(ઉ) વાંચો અને શીખો. (અનુસ્વાર થી શબ્દોનું બહુવચન થાય છે.)
૧. અઠવાડિયું – અઠવાડિયાં
અમે એક અઠવાડિયું ફર્યા. – અમે બે અઠવાડિયાં ફર્યાં.
૨. છોકરું – છોકરાં
છોકરું રડે છે -- છોકરાં રડે છે.
(ઊ) નીચેના પૈકી જે નાસ્તો પૌષ્ટિક હોય તેની સામે [✓] ની નિશાની કરો.
૧. ઉપમા+ લાડુ. [✓] . ૨. ચોકલેટ+ વડાપાઉં [×]
૩. સમોસા+ વેફર+ કેક [×] ૪. ભાજીપાંઉ + ચિકી [✓]
૫. ઈડલી- ચટણી + સૂકો મેવો. [✓] ૬. રોટલો + દહીં [✓]
૭. ફ્રેન્ચ ફ્રાઈઝ + બગૅર + કોક [×] ૮. વેજીટેબલ સેન્ડવીચ + ફળો [✓]
(ઋ) આડાઅવળા અક્ષરો ગોઠવી યોગ્ય શબ્દો બનાવીને લખો.
૧. રજસફન - સફરજન
૨. જરગા - ગાજર
૩. ચડબૂત - તડબૂચ
૪ચુંમર - મરચું
૫. મદાડ – દાડમ
નામ (Noun)
સમીપ, બોર, કારેલાં, કૂતરો વગેરે નામ છે. નામ વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે.
વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને દર્શાવતા શબ્દ ને નામ (સંજ્ઞા ) કહે છે.
ઉદાહરણ : ગુલાબ, મોગરો, કમળ ફૂલોનાં નામ છે.
ટેબલ, ખુરશી, કબાટ વસ્તુઓના નામ છે.
મેઘા, તન્વી, ફૉરમ છોકરીઓના નામ છે.
અજય, સમીર, તનય છોકરાઓના નામ છે.
સ્વાધ્યાય:
(અ) વાક્યોમાંથી નામ ઓળખીને સામે લખો.
થ
(૧) સમીરે કેળાં ખરીદ્યા. સમીર, કેળાં
(૨) મુકુલ અને ચિત્રા એ કેરીઓ ખાધી. મુકુલ,ચિત્રા, કેરીઓ
(૩) ભારતની રાજધાની દિલ્લી છે . ભારત, દિલ્લી
(૪) શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે. શિક્ષક, વિદ્યાર્થી
(૫) મહેશે ટીવી ખરીદ્યું. મહેશ, ટીવી
(આ) નામ ની ફરતે O વર્તુળ કરો.
તાજ મહાલ. હું. મુંબઈ. ચકલી
તમે. સોનાલી હિમાલય. પ્રાણી
લેશન નં.૩. હોળી ( કવિતા )
રમા આવી , રેખા આવી,
દીપા આવી, દીના આવી,
કનુ આવ્યો, મનુ આવ્યો ,
રાજુ આવ્યો, રાકેશ આવ્યો.
હોળી આવી, હોળી આવી,
ફાગણ પૂનમે હોળી આવી.
રાજુ, રમા, દીપા, દીના
રંગે ભરે છે સૌ પિચકારી.
લાલ પીળા ને લીલા કાળા
રંગે રંગોથી એકબીજાને.
ધાણી ચણા લાવ
ખવડાવે છે એકબીજાને.
શબ્દાર્થ ( glossary )
૧. પૂનમ - full moon day
૨. પિચકારી – colour spray gun
૩. લાલ – red
૪. પીળો – yellow
૫. લીલો – green
૬ કાળો- Black
( અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. હોળી ક્યારે આવે છે?
ઉત્તર : હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે.
૨. પિચકારી કોણે ભરી ?
ઉત્તર : પિચકારી રાજુ, રમા, દીપા, દીના એ પિચકારી ભરી હતી .
૩. બાળકો એકબીજાને શું ખવડાવે છે ?
ઉત્તર: બાળકો એકબીજાને ધાણી ચણા ખવડાવે છે.
(આ) રંગો ના નામ ગુજરાતીમાં લખો.
૧. White – સફેદ. ૨. Purple – જાંબલી
૩. Golden – સોનેરી ૪. Red – લાલ
૫. Yellow – પીળો ૬. Brown – કથાઈ ( મરૂન )
(ઇ) વાંચો.
એક વચન |
હાથ |
પગ |
સૂર્ય |
પાન |
મોર |
બહુવચન |
હાથ |
પગ |
સૂર્ય |
પાન |
મોર |
|
|
|
|
|
|
એક વચન |
તારો |
ઘડો |
લોટો |
દડો |
છોકરો
|
બહુવચન |
તારા |
ઘડા |
લોટા |
દડા |
છોકરા/ છોકરાઓ |
એક વચન |
નદી |
ગાડી |
બારી |
પિચકારી |
તહેવાર |
બહુવચન |
નદીઓ |
ગાડીઓ |
બારીઓ |
પિચકારીઓ |
તહેવારો |
લેસન નંબર: ૪ લીલા રંગનો ઘોડો
*શબ્દાર્થ (glossary)
૧. હરિયાળાં – green
૨. વૃક્ષો. – trees
૩. રખડયો—Wandered
૪. હમણાં જ—right now
૫. શરત—condition
૬. માલિક—owner
૭. જાતે – self
૮. ખાસ – special
૯.સિવાય—except
૧૦. ચતુરાઈ—wit
૧૧. ઇનામ – prize
સ્વાધ્યાય:
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. બાગમાં ચારે બાજુ શું હતું ?
ઉત્તર: બાગમાં ચારેબાજુ હરિયાળા વૃક્ષો અને હરીયાળુ ઘાસ હતું .
૨. અકબરે બિરબલને કેવા રંગનો ઘોડો લાવી આપવા જણાવ્યું ?
ઉત્તર: અકબરે બિરબલને લીલા રંગનો ઘોડો લાવી આપવા જણાવ્યું.
૩. ઘોડાના માલિકે કઈ બે શરતો રાખી હતી ?
ઉત્તર : ઘોડાના માલિક ની એ બે શરતો હતી કે રાજા પોતે ઘોડો લેવા જાય. અને બીજી શરત કે આપ
અઠવાડિયાના સાત વાર સિવાયના બીજા કોઈ વારે ઘોડો લેવા જાવ.
(આ) નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો.
૧. અકબર બાદશાહ ઘોડા પર બેસીને ક્યાં ફરવા ગયો ? બાગમાં
૨. અકબરે બિરબલને કેટલા દિવસમાં લીલા રંગનો ઘોડો લાવી આપવા જણાવ્યું? સાત દિવસમાં
૩. બીરબલની ચતુરાઈથી કોણ ખુશ થયું ? અકબર બાદશાહ
(ઇ) સમાનાર્થી શબ્દો લખો .
૧. ઘોડો = અશ્વ.
૨. હરીયાળુ = લીલુંછમ
૩. પરીક્ષા = કસોટી
૪. કેવળ = ફક્ત
૫. આશ્ચર્ય = નવાઈ પામવું
૬. ઉત્તર = જવાબ
(ઈ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.
૧. દિવસ × રાત
૨. પહેલી × છેલ્લી
૩. ખુશ × નાખુશ
૪. ઉત્તર × પ્રશ્ન
લેસન નંબર.—૫ સોનલની ફૂલદાની
*શબ્દાર્થ ( glossary )
૧. સુંદર – pretty
૨. ફૂલદાની – flower vase
૩. ક્રોધ – anger
૪. યુક્તિ – idea
૫. ઉદાસ – gloomy sad
૬. રડવા જેવી - about to cry
૭. કદરૂપું—ugly
*સ્વાધ્યાય
( અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. સોનલ ના પિતાજી એ સોનલ ને શું લાવી આપ્યું ?
ઉત્તર : સોનલના પિતાજીએ સોનલ ને એક ફૂલદાની લાવી આપી.
ઠૂઠવાતો૨. સોનલ બગીચામાંથી ક્યાં ક્યાં ફુલો લઈ આવી ?
ઉત્તર : સોનલ બગીચામાંથી ગુલાબ, મોગરો, ચંપો, જૂઈ વગેરે ફુલો લઈ આવી.
૩. ફૂલદાની કોનાથી તૂટી ગઈ ?
ઉત્તર : ફૂલદાની બિલાડીથી તૂટી ગઈ .
૪ . સોનલ નો ચહેરો અરીસામા કેવો દેખાતો હતો ?
ઉત્તર : સોનલ નો ચહેરો અરીસામાં કદરૂપો લાગતો હતો.
૫. સોનલ પર એની મમ્મીના મીઠા શબ્દો ની શી અસર થઈ ?
ઉત્તર: સોનલ પર એની મમ્મીના મીઠા શબ્દો ની જાદુઈ અસર થઈ.
(આ) પ્રશ્નોના એક- બે શબ્દો માં ઉત્તર લખો.
૧. સોનલ આખો દિવસ રડતી કેમ રહી ?
ઉત્તર : ફૂલદાની તૂટી જવાથી
૨. ક્રોધને લીધે સોનલ નો ચહેરો કેવો થઈ ગયો હતો ?
ઉત્તર : કદરૂપો
(ઇ) સમાનાર્થી શબ્દો લખો.
૧. નિરાશ= ઉદાસ
૨. ચહેરો = મુખડું, મોઢું
૩. અરીસો = દર્પણ
૪. કદરૂપો= ભદ્દો
(ઈ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.
૧. ખુશ × નાખુશ
૨. રડતો × હસતો
૩. સુગંધ × દુર્ગંધ
૪. સવાર× સાંજ
૫. દુઃખ× સુખ
૬. સુંદર × કદરૂપો, અસુંદર
(ઉ) શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો.
૧. સુંદર: સોનલ નામની એક સુંદર છોકરી હતી.
૨. ફૂલો: બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે.
૩. સુગંધ: ગુલાબના ફૂલ માં સુગંધ આવે છે.
૪. કદરૂપો: અરીસામાં સોનલ નો ચહેરો કદરૂપો દેખાતો હતો.
- સર્વનામ (pronoun )
સોનલ ને ફૂલો બહુ ગમતાં . તે દરરોજ બગીચામાં જતી અને ફૂલો લઈ આવતી. એક દિવસ તેણે ઘણાં ફૂલો ચૂંટ્યા અને તેમને ફૂલદાની માં ગોઠવ્યાં.
- ઉપરના ફકરામાં ' સોનલ ' નામ છે. તે, તેણે સોનલ માટે વપરાયેલા શબ્દો છે. ‘તેમને’ફૂલો માટે વપરાયેલો શબ્દ છે. આમ, નામ (સંજ્ઞા) ને બદલે વપરાતા શબ્દને ‘સર્વનામ ' કહેવાય છે. હું, તું,તે,
અમે, તમે, તેઓ વગેરે સર્વનામ છે.
ઉદાહરણ :- મનસ્વી રોજ શાળાએ જાય છે. તે હોશિયાર વિદ્યાર્થીની છે.
સ્વાધ્યાય :-
- વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો.
૧. રૂપા શાળાએ ગઈ છે. તે નિયમિત ઘરકામ કરે છે.
ઉત્તર : તે
૨. ઈલા નૃત્ય શીખે છે. તેને નૃત્ય ગમે છે.
ઉત્તર : તેને
૩. તારું ફ્રોક સુંદર છે. તેના પર સુંદર છાપ છે.
ઉત્તર: તારું, તેના
૪. મેં નવી સાયકલ ખરીદી. તેનો રંગ લાલ છે.
ઉત્તર: મેં, તેનો
લેશન : ૬ ચાલો , ચાલોને રમીએ હોડી હોડી ( કવિતા )
ચાલો, ચાલોને રમીએ હોડી હોડી.
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાના જાય દોડી દોડી ……… ચાલોને.
બાપુના છાપાને નકકામા થોથા ,
કાપી કૂપીને કરીએ હોડી …… ચાલોને ્
સાદીને સઢવાળી નાની ને મોટી,
મુકીએ પવનમાં હોડી છોડી….. ચાલો ને ્
ખાલીખમ હોડી એ ઊંધી વળે જો ,
પાંદડાને ફુલ ભરું તોડી તોડી….. ચાલોને ્
જાસે સાગર પાર પરીઓના દેશમાં,
સૌથી પહેલાં દોસ્ત ! મારી હોડી…… ચાલોને .
__ પિનાકીન ત્રિવેદી
*શબ્દાર્થ ( glossary )
૧. હોડી – boat
૨. મુશળધાર વરસાદ- heavy rain
૩. ઝરણું – stream
૪. છાપું- newspaper
૫. થોથાં – books
૬. પાંદડાં – leaves
૭. પરી- fairy
૮. ખાલીખમ- quite empty
૯. સાગર – sea
- સ્વાધ્યાય :
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. બાળકો હોડી શેમાંથી બનાવે છે ?
ઉત્તર: બાળકો હોડી બાપુનાં છાપાને નકકામા થોથાં કાપી કૂપીને હોડી બનાવે છે.
૨. બાળકો પવનમાં કેવી હોડી મૂકે છે ?
ઉત્તર : બાળકો પવનમાં સાદી ને સઢવાળી નાની ને મોટી હોડી પવનમાં મૂકે છે.
૩. હોડી સાગર પાર કરી ક્યાં જશે ?
ઉત્તર: હોડી સાગર પાર કરી પરીઓના દેશમાં જશે.
(આ,) વિરુદ્ધાર્થી શબ્દો લખો.
૧. ખૂબ × ઓછું, થોડું ૨. નાનાં × મોટાં
૩. ખાલી × ભરેલું. ૪. પહેલું× છેલ્લું
લેસન નંબર-૭ ચિત્ર વર્ણન
પે.નં. ૨૮ - ફોટો સ્કેન બાકી છે.
- ઉપરના ચિત્રમાં કોણ કોણ દેખાય છે ? તેઓ કઈ રમત રમે છે ?
ચિત્રો ઓળખો અને તમારા શબ્દોમાં તેનું વર્ણન કરો.
ઉત્તર : ઉપરના ચિત્રમાં એક શાળા છે. એ શાળાના આગળના ભાગમાં એક મેદાન છે. એ મેદાનમાં વિદ્યાર્થીઓ અને .પી. ટી. સર છે. સર્ વિદ્યાર્થીઓને કબડીની રમત રમાડે છે.વિદ્યાર્થીઓ કબડ્ડીની
રમત રમે છે. બીજા વિદ્યાર્થીઓ રમત જોવે છે. વિદ્યાર્થીઓ કબડીની રમતમાં એક ટીમ બીજી ટીમના છોકરાને રમતમાં પકડી લે છે. અને તે ટીમ જીતી જાય છે. અને બીજી ટીમ હારી જાય છે અને જોનાર વિદ્યાર્થીઓ તાળી પાડે છે .
લેશન નં.૮ - મને પંખી નાનેરું થાવું ગમે . (કવિતા)
મને પંખી નાનેરું થાવું ગમે ,
મને ઊંચેરા આભમાં ઊડવું ગમે,
મને ઘરમાં જરાય ના પુરાવુ ગમે. મને પંખી ્
મને ઝરમરયો મેહુલો થાવું ગમે ,
મને ધોધવે ધોધવે ન્હાવું ગમે,
મને છત્રી લઈને ફરવું ગમે.
મને ઘરમાં જરાય ના પુરાવુ ગમે . મને પંખી ્
મને ઉંદર- બિલાડી બસ, રમવુ ગમે,
મને ચૂં ચૂં ને મ્યાઉં મ્યાઉં કરવું ગમે,
મને ઉંદરમામા નું દર ખોળવું ગમે.
મને ઘરમાં જરાય ના પુરાવુ ગમે. મને પંખી ્
- નિર્મળાબેન ઓઝા
સ્વાધ્યાય :
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. બાળકને શું થવું ગમે છે ?
ઉત્તર : બાળકને નાનું પંખી થાવું ગમે છે.
૨. બાળકને ક્યાં પુરાવુ જરાય ગમતું નથી ?
ઉત્તર : બાળકને ઘરમાં જરાય પુરાવું ગમતું નથી.
૩. બાળકને વરસાદમાં શું લઈને ફરવું ગમે છે ?
ઉત્તર: બાળકને વરસાદમાં છત્રી લઈને ફરવું ગમે.
૪. બાળકને કઈ રમત રમવી ગમે છે ?
ઉત્તર: બાળકને ઉંદર- બિલાડી ની રમત રમવી ગમે છે.
(આ) કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો.
૧. મને પંખી નાનેરુ થાવું ગમે .
મને ઊંચેરા આભ માં ઊડવું ગમે.
૨. મને ઝરમરયો મેહુલો થાવું ગમે.
મને ધોધવે ધોધવે ન્હાવું ગમે.
૩. મને ઉંદર- બિલાડી બસ, રમવું ગમે.
મને ચૂં ચૂં ને મ્યાઉં મ્યાઉં કરવું ગમે.
(ઇ) ખાનામાં બહુવચન ના શબ્દો લખો.
એક (એકવચન) |
ચિત્ર |
ફૂલ |
પાન |
દીવો |
બગીચો |
ઉંદર |
અનેક (બહુવચન) |
ચિત્રો |
ફૂલો |
પાંદડા |
દીવા |
બગીચા |
ઉંદરો |
|
|
|
|
|
|
|
(ઈ,) શબ્દોની જોડણી સુધારો.
૧. પંખિ : પંખી ૨. બીલાડી : બિલાડી
૩. જરમર : ઝરમર. ૪. મેહલો : મેહુલો
૫. ફુલ : ફૂલ. ૬. ચીત્ર : ચિત્ર
(ઉ) યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા પૂરો.
(૧) મને આભમાં ઊડવું ગમે.
૨. મને છત્રી લઈને ફરવું ગમે.
૩. મને ઝરમર મેહુલો થાવું ગમે.
૪. મને ઉંદર- બિલાડી રમવું ગમે.
(ઊ) શબ્દોના લિંગ ઓળખો.
(૧) છોકરો : પુલ્લિંગ. ૨. કવિ : પુલ્લિંગ
(૩) શિક્ષક : પુલ્લિંગ. ૪. રાજકુમારી : સ્ત્રીલિંગ
લેશન નં.૯ ત્રણ માછલીઓ
- શબ્દાર્થ ( glossary)
૧. સરોવર – lake
૨. નિર્ણય – decision
૩. હાલ – instantly
૪. હંમેશા – always
૫. નસીબ – destiny
૬. માછીમાર—fisherman
૭. સલામત – safe
૮. જોખમ – danger
૯. જાળ – net
૧૦. નિસાસો – sigh
*સ્વાધ્યાય :
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી ?
ઉત્તર : એક સરોવરમાં ત્રણ માછલીઓ રહેતી હતી.
૨. ત્રણ માછલીઓ ના નામ લખો.
ઉત્તર : પહેલી માછલી નું નામ “ હાલ” માછલી. બીજીનું નામ “ જોયું જશે” માછલી અને ત્રીજી નું નામ “થશે” માછલી હતું.
૩. માછીમારોની જાળ માં કઈ માછલી ફસાઈ ગઈ ?
ઉત્તર: માછીમારોની જાળમાં ' થશે’ માછલી ફસાઈ ગઈ.
(આ) વાક્યો કોણ બોલે છે ?
૧. “ અહીં આપણો જીવ જોખમમાં છે.”
ઉત્તર : ‘હાલ ' માછલી બોલે છે.
૨. “ જોખમ આવશે ત્યારે જોયું જશે. “
ઉત્તર: ' જોયું જશે ' માછલી બોલે છે.
૩. “ હશે, નસીબમાં હશે તે થશે.”
ઉત્તર : ' થશે’ માછલી બોલે છે.
(ઇ) સમાનાર્થી શબ્દો યોગ્ય રીતે જોડો.
અ. ઉત્તર. બ
૧. સરોવર |
તળાવ |
મિત્ર |
૨. નસીબ |
ભાગ્ય |
પ્રાણ |
૩. દોસ્ત |
મિત્ર |
તળાવ |
૪. જીવ |
પ્રાણ |
પ્રભાત |
૫. સવાર |
પ્રભાત |
ભાગ્ય
|
(ઈ) અંગ્રેજી નામ ની સામે ગુજરાતી નામ લખો.
૧ . Crocodile. – મગર
૨. Starfish. -- તારા માછલી
૩. Frog. -- દેડકો
૪. Trutle – કાચબો
ક્રિયાપદ ( verb )
રાધા ગીત ગાય છે. કૂતરો ભસે છે. મારી પાસે બે પેન છે.
તુષાર સાઈકલ પરથી પડી ગયો. અમે પાણી પીધું.
- ઉપરના વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ક્રિયાપદો છે. તે ઘટના, સ્થિતિ કે ક્રિયા દર્શાવે છે.
સ્વાધ્યાય:
(અ ) વાક્યો યોગ્ય ક્રિયાપદ વડે પુરા કરો.
૧ . માછલી પાણીમાં તરે છે.
૨. હું ઘરકામ કરું છું
૩. તમે ગીત ગાવ છો.
૪. જય ક્રિકેટ રમે છે.
૫. તે ખુરસી પર બેઠો છે.
૬. અમે સવારે વહેલા ઊઠીએ છીએ.
(આ) નીચેના વાક્યોમાં યોગ્ય ક્રિયાપદ લખો.
( વાતો કરે છે., ધુએ છે., ગાયું., દોરશે., ખાધા., ઊડી ગયાં.)
૧. ગઈકાલે મેં સમોસા ખાધા.
૨. ધોબી કપડાં ધુએ છે.
૩. સુયશે સુંદર ગીત ગાયું.
૪. બધાં પક્ષી ઝાડ પરથી ઊડી ગયાં.
૫. અનિલ અને અભય વાતો કરે છે.
૬. અભિનવ સુંદર ચિત્ર દોરશે.
Second syllabus
લેશન નં. ૧૦ કૌમુદીનો ચોરસ (કવિતા)
શબ્દાર્થ ( glossary )
૧. કાગળ – paper
૨. ચોરસ- square
- બરાબર – neat, proper
૪. ફરીથી – again
૫. હતાશ – disappointed
૬. શાહીનો ખડિયો – inkpot
૭. સરસ – nice
૮. મજાનો, રમુજી- funny
૯. હસવું- luagh
સ્વાધ્યાય
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. કૌમુદી એ કાગળ પર શું દોર્યું ?
ઉત્તર: કૌમુદી એ કાગળ પર એક ચોરસ દોર્યો.
૨.કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યાં ?
Okઉત્તર : કૌમુદી નો ચોરસ જોઈને તેની મમ્મી, દીદી અને સૌરવ હસ્યો.
To૩. પપ્પાએ કૌમુદી પાસે શું શું મંગાવ્યું ?
ઉત્તર: પપ્પાએ કૌમુદી પાસે કાગળ અને શાહીનો ખડિયો મંગાવ્યો.
૪. સરસ ચોરસ કોણે દોર્યો ?
ઉત્તર : સરસ ચોરસ કૌમુદી ના પપ્પાએ દોર્યો.
(આ) નીચેના વાક્યો ખરા છે કે ખોટાં તે લખો.
૧. કૌમુદી એ કાગળ પર ત્રિકોણ દોર્યો. --- ખોટાં (×)
૨. સરસ ચોરસ કૌમુદી ના પપ્પાએ દોર્યો. -- ખરાં (✓)
લેશન નં.૧૧ દિવાળી
- શબ્દાર્થ ( glossary)
(૧ ) તૈયારી – preparations
૨. દીવાલો – walls
૩. રોશની – lighting
૪. લક્ષ્મી – goddess of wealth
૫. ફટાકડા- crackers
૬. દીવા – lamps
૭. શુભેચ્છા- good wished
૮. માફ કરવું – forgive
૯. ભૂલી જવું – forget
- સ્વાધ્યાય :
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. દિવાળીમાં લોકો શું ખરીદે છે ?
ઉત્તર : દિવાળીમાં લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે.
૨. ધનતેરસના આ દિવસે લોકો શું કરે છે ?
ઉત્તર : ધનતેરસના દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે.
૩. દિવાળીના દિવસે વેપારીઓ શું કરે છે.?
ઉત્તર : દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે.
૪. ભાઈબીજના દિવસે બહેન શું કરે છે ?
ઉત્તર: ભાઈબીજના દિવસે બહેન ભાઈને પ્રેમથી જમાડે છે.
(આ) દિવાળીમાં તમારે ઘેર કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે તે લખો .
ઉત્તર : write in H. W.
(ઇ) સમાનાર્થી શબ્દો લખો.
૧. પ્રેમ= સ્નેહ, વ્હાલ ૨. ભેટ = ઉપહાર
૩. રાજા = મહારાજા, ભૂપ.
૪. સફાઈ = સ્વચ્છતા, ચોખ્ખાઈ
(ઈ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.
૧. દિવસ × રાત. ૨. ખરીદી × વેંચાણ
૩. મિત્ર × દુશ્મન, શત્રુ. ૪. દુઃખ × સુખ
(ઉ) વચન બદલો .
૧. મહિનો – મહિના ૨. મિત્રો – મિત્ર
૩. દિવસો – દિવસ ૪.દીવા – દીવો
(ઊ,) ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દો વડે પૂરો.
૧. દિવાળી આસો માસમાં આવે છે.
૨. દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે.
૩. બેસતા વર્ષના દિવસે લોકો પોતાના સગાં વહાલાં અને મિત્રો ને શુભેચ્છા પાઠવે છે.
૪. કાળી ચૌદસ ના દિવસે કાલિકા માતાનું પૂજન થાય છે.
- લિંગ
- નીચેના વાક્યોમાં ઘાટા અક્ષરે લખેલા શબ્દો ધ્યાનથી વાંચો.
૧. બળદ ઘાસ ખાય છે.
૨. ગાય ઘાસ ખાય છે.
૩. વાછરડું ઘાસ થાય છે .
‘
‘બળદ ' નામ છે. એમાં ' પુરુષ જાતિ ' નો બોધ છે.
‘ ગાય ' નામ છે. એમાં ‘સ્ત્રીજાતિ’ નો બોધ છે.
‘ વાછરડું' નામ છે. એમાં સ્ત્રી જાતિનો કે પુરુષ જાતિનો બોધ નથી. અન્ય જાતિ નો બોધ છે.
- જે નામમાં પુરુષ જાતિ, સ્ત્રી જાતિ કે અન્ય છાતીનો બોધ મળે તે નામને લિંગ કહે છે.
- બળદ – પુલ્લિંગ
- ગાય. – સ્ત્રીલિંગ
- વાછરડું- નપુસકલિંગ
- કેવો, કેવી, કેવું શબ્દથી નામની જાતિ- લિંગ ઓળખાય છે.
ઉદાહરણ : બળદ- કેવો, ગાય – કેવી, વાછરડું- કેવું
· પુલ્લિંગ શબ્દો |
રાજા. દિવસ. ઘડો. રંગ ભાઈ |
· સ્ત્રીલિંગ શબ્દો |
હરિફાઈ. રંગોળી. રાત દીવાસળી. મીણબત્તી |
· નપુસકલિંગ |
તોરણ. તેલ. સ્નાન મૂળ. અંગ
|
સ્વાધ્યાય :
લિંગ ઓળખાવો:
૧. તહેવાર - પુલ્લિંગ.
૨. દૂધ. – નપુસકલિંગ
૩. શિક્ષક - પુલ્લિંગ
૪. કવિ – પુંલ્લિગ
૫. ઘાસ – નપુસકલિંગ
૬. રાજકુમારી – સ્ત્રીલિંગ
લે.નં. ૧૨ સાત પૂંછડિયો ઉંદર
- કોઠાર – godown
- અનાજ – corn
- પિયર- father’s house
- પૂંછડી -- .tail
- ખીજવવું – tease
- દરજી – tailor.
સ્વાધ્યાય :
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. કોઠારમાં શું ભરેલું હતું ?
ઉત્તર: કોઠારમાં પુષ્કળ અનાજ ભરેલું હતું.
૨. ઉંદરડીએ કેટલાં બચ્ચાં જન્મ આપ્યો ?
ઉત્તર : ઉંદરડીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો.
૩. નિશાળના ઉંદરો ઉંદરને શું કહીને ખીજવવા લાગ્યા?
ઉત્તર : નિશાળના ઉંદરો ઉંદરને સાત પૂંછડિયો કહીને ખીજવવા લાગ્યાં.
૪. ઉંદર કોની પાસે એક- એક પૂંછડી કપાવતો ગયો ?
ઉત્તર : ઉંદર દરજી પાસે એક – એક પૂંછડી કપાવતો ગયો.
(આ) વિરુદ્ધાર્થી શબ્દો લખો.
૧. મોટો × નાનો.
૨. પુષ્કળ × થોડું, ઓછું
૩. પિયર × સાસરું
૪. જન્મ × મરણ, મૃત્યુ
૫. રડવું × હસવું
૬. પહેલો × છેલ્લો
(ઇ) સમાનાર્થી શબ્દો લખો.
(૧) પાણી = જળ, નીર
(૨) પુષ્કળ = અઢળક, ઘણું બધું
(૩) નિશાળ = વિદ્યાલય, શાળા
(૪) ખીજવવું = ચીડવવું
(ઈ) વચન બદલો :
૧. નિશાળ – નિશાળો , શાળાઓ
૨. ઉંદર - ઉંદરો
૩. દિવસ – દિવસો
૪. પૂંછડી – પૂંછડી ઓ
(ઉ) ખરા વાક્ય સામે ' ખરું’ અને ખોટા વાક્ય સામે
‘ ખોટું ' લખો.
૧. કોઠારમાં ઘાસ ભરેલું હતું . – ખોટું (×)
૨. ઉંદરીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો. – ખરું (✓)
૩. એક બચ્ચાને સાત પૂંછડીઓ હતી. – ખરું (✓)
૪. ત્રીજા બચ્ચા ને કૂતરો ખાઈ ગયો. ,- ખોટું (×)
૫. ઉંદર મોટો થયો એટલે એને નિશાળે બેસાડ્યો –ખરું(✓)
૬. નિશાળના ઉંદરો તેની સાથે રમવા લાગ્યા. - ખોટું (×)
૭. મા ઉંદરને પૂછડી કપાવવા સુથાર પાસે લઈ ગઈ.- ખોટું (×)
લેશન નં . ૧૩. મુલ્લા નો જાદુ
*શબ્દાર્થ –( glossary)
૧. શ્રીમંત – rich
૨. મિજબાની- party
૩. સ્વાદિષ્ટ- tasteful
૪. સોનાની – golden
૫. યુક્તિ – trick
૬ આશ્ચર્ય થયું- astonished
૭. જાદુગર – magician
૮. ગભરાયેલા- frightened
*સ્વાધ્યાય
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. શ્રીમંત વેપારી એ મહેલમાં શાનુ આયોજન કર્યું ?
ઉત્તર: શ્રીમંત વેપારીએ મહેલમાં શાનદાર મિજબાની નું આયોજન કર્યું.
૨. બધી વાનગીઓ શામાં પીરસવામાં આવી ?
ઉત્તર: બધી વાનગીઓ ચાંદીના વાસણોમાં પીરસવામાં આવી.
૩. એક મહાશયે સોનાની ચમચી ક્યાં સંતાડી ?
ઉત્તર: એક મહાશયે સોનાની ચમચી પોતાના કોટના ખિસ્સામાં સંતાડી.
(આ) પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
- મુલ્લા પોતાની ખુરશી પર ઊભા થઇને શું બોલ્યા ?
ઉત્તર : મુલ્લા પોતાની ખુરશી પર ઊભા થઇને બોલ્યાં, “ માનવંતા મહેમાનો, હું ચીન ગયો હતો. ત્યાંથી જાદુ શીખી લાવ્યો છું. મેં ત્યાં જાદુના ઘણા ખેલ પણ કર્યા છે. જો તમારી સૌની ઈચ્છા હોય તો આ વિશેષ પ્રસંગે મારી તમને એક જાદુ બતાવવાની ઇચ્છા છે.”
(ઇ) ખાલી જગ્યાઓ પૂરો.
૧. શ્રીમંત વેપારીએ પોતાના ભવ્ય મહેલમાં શાનદાર મિજબાની નું આયોજન કર્યું.
૨. એક વેપારીએ પોતાના કોટ ના ખિસ્સામાં સોનાની ચમચી સંતાડી.
(ઈ) લિંગ બદલો:
૧. દેવ : દેવી
૨. રાણી : રાજા
૩. પુરુષ : સ્ત્રી
૪. મોર : ઢેલ
૫. સિંહ : સિંહણ
૬. કાગડો : કાગડી
(ઉ) શબ્દોની જોડણી સુધારો.
૧.શ્રિમંત : શ્રીમંત
૨. મિઢાઈ : મીઠાઈ
૩. નીમંત્રીત : નિમંત્રીત
૪. યૂકતી : યુક્તિ
૫. વીવીધ : વિવિધ
૬. વાશણ : વાસણ
લે. નં. ૧૪ વાર્તા પૂરી કરો.
- કૌંસમાં થી શબ્દો પસંદ કરી વાર્તા પૂરી કરો.
ગધેડાની ફજેતી
( શબ્દો : મીઠું, પલળી, પાણી, વેપારી , પોટલું, નદી, ભાર )
એક વેપારી હતો. તેણે મા સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે આળસુ હતો. એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો . રસ્તામાં એક નદી આવી. નદીમાંથી પસાર થતાં ગધેડો નદીમાં પડી ગયો. પોટલામાં નું મીઠું ઓગળી ગયું. તેથી ગધેડા નો ભાર હલકો થઈ ગયો. ગધેડા ને આનંદ થયો. વેપારીને ઘણું નુકસાન થયું.
બીજા દિવસે વેપારીએ ગધેડાની પીઠ પર રૂ ની ગાંસડી બાંધી . નદીમાંથી પસાર થતાં પાણીમાં રૂ પલડી ગયું.
પહેલી વખતે ભાર હલકો થઈ ગયો હતો , પણ આ વખતે ઊલટું થયું. રૂ પાણીમાં પલળી જતાં વજન વધી ગયું. વેપારીને ફરી નુકસાન થયું. ત્યાર પછી વેપારીએ ગધેડા પર લાકડાં નું કાઠું મૂકવાનું શરૂ કર્યું.
લે. નં. ૧૫ મારું ગુજરાત
*શબ્દાર્થ (glossary )
૧. રાજ્ય – state
૨. પશ્ચિમ – west
૩. પર્વત – mountain
૪. દરિયા કિનારો- seashore
૫. બંદર – port
૬. પ્રસિદ્ધ – famous
૭. પાટનગર – capitalcity
૮. જન્મભૂમિ- birthplace
૯. વિકાસ- development
*સ્વાધ્યાય
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. ગુજરાતનો ઊંચો પર્વત કયો છે ?
ઉત્તર: ગુજરાતનો ઊંચો પર્વત ગિરનાર છે .
૨. ગુજરાતમાં ક્યાં યાત્રાધામો આવેલા છે.?
ઉત્તર: ગુજરાતમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલીતાણા, પાવાગઢ અને ડાકોર ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામો છે .
૩. ગુજરાતનું પાટનગર કયું છે ?
ઉત્તર: ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.
૪. ગુજરાતના બે મહાપુરુષો નાં નામ લખો ?
ઉત્તર : ગુજરાતના બે મહાપુરુષો રાષ્ટ્રપિતા ગાંધીજી અને રવિશંકર મહારાજ વગેરે મહાપુરુષો છે.
(આ) સમાનાર્થી શબ્દો લખો.
૧. પવૅત = ગિરિ, પહાડ
૨. રાજધાની = પાટનગર
૩. પ્રસિદ્ધ = પ્રખ્યાત
૪. ડુંગર = પવૅત , પહાડ
૫. નદી = સરિતા
૬. મિત્ર = ભાઈબંધ
(ઈ) જોડકાં જોડો :
અ |
ઉત્તર |
બ |
૧. ગુજરાત |
રાજ્ય |
નદી |
૨. ગિરનાર |
પવૅત |
યાત્રાધામ |
૩. નર્મદા |
નદી |
પાટનગર |
૪. કંડલા |
બંદર |
રાજ્ય |
૫. સોમનાથ |
યાત્રાધામ |
બંદર |
૬. ગાંધીનગર |
પાટનગર |
પવૅત |
લે.નં.૧૬ મુદ્દા પરથી વાર્તા.
- વાર્તા નું નામ : સમજદાર ઊંટ
વાર્તા : રાજસ્થાન એ એક રણ પ્રદેશ છે. રાજસ્થાનમાં લોકો ઊંટનો વધારે ઉપયોગ કરે છે. તેમાં એક માણસ પોતાના ઊંટ ને લઈને રણમાં પ્રવાસ કરી રહ્યો હોય છે. એની સાથે એક મુસાફર જોડાય છે . બંને રણમાં ચાલતાં- ચાલતાં આગળ નીકળી જાય છે. રસ્તામાં ખૂબ જ તડકો હોય છે . તડકો લાગવાથી મુસાફર ઊંટના પડછાયામાં બેસી જાય છે. ઊંટ ના માલિક નું ધ્યાન પડે છે. એ પેલા મુસાફરને ઊંટના પડછાયામાં બેસવા માટેના પૈસા માંગે છે. મુસાફર પૈસા આપવાની ના પાડે છે.
એટલે બેઉ વચ્ચે ઝઘડો થાય છે. આ જોઈને ઊંટ ત્યાંથી ચાલ્યો જાય છે. બંનેની ફજેતી થાય છે.
- બોધ :- ઊંટ પ્રાણી છે છતાં તે સમજીને ત્યાંથી ચાલતું થઈ જાય છે કે ઝઘડો થાય તેના કરતાં ચાલતું થવું સારું. ઊંટ સમજુ છે .
- વિશેષણ (Adjective ) વ્યાકરણ no. 61
- નીચેના શબ્દ સમૂહો વાંચો અને લીટી દોરેલા શબ્દો ને સમજો.
- ભૂરું આકાશ - ( આકાશ કેવું ? - ભૂરું )
- દસ ચકલીઓ - ( ચકલીઓ કેટલી ? – દસ. )
- રાતી ગાય - (ગાય કેવી ? – રાતી )
(અ ) જોડકાં જોડો .
શબ્દ. ઉત્તર. વિશેષણ
૧. મહેલ |
મોટો |
મૂર્ખ |
૨. મિત્ર |
મૂર્ખ |
ગરમ |
૩. મધ |
મીઠું |
સ્વચ્છ |
૪. ચા |
ગરમ |
પાંચ |
૫. કપડાં |
સ્વચ્છ |
મોટો |
૬. વિદ્યાર્થીઓ |
પાંચ |
મીઠું |
(આ) કૌંસમાંથી યોગ્ય વિશેષણ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો.
( મોટું, અંધારી, બીકણ, જમણો, લાંબી, ડઝન )
૧. સસલું બીકણ પ્રાણી છે.
૨. જિરાફની ડોક લાંબી હોય છે.
૩. અમે મોટું ટીવી ખરીદ્યું
૪. મારી મમ્મી ડઝન કેળાં લાવી.
૫. રીટા નો જમણો હાથ દુઃખે છે
૬. અંધારી રાત્રે અમે ભૂલા પડ્યા.
(ઇ ) જૂથમાં બંધ બેસતો શબ્દ ન હોય તે શોધીને સામે લખો.
૧. તું, હું , હિરવા , અમે. હિરવા
૨. કાકા, મામા, દાદા, ગૌરી. ગૌરી
૩. ઊંચો, કૂતરો, હાથી, સસલું ઊંચો
૪. ગુલાબ, ગુલાબી, મોગરો, જૂઈ. ગુલાબી
૫. સાકર, બરફી, પેંડા, હલવો સાકર.
૬. ગણિત, શાસ્ત્ર, ઇતિહાસ, ગુજરાતી. શાસ્ત્ર
લે. નં . ૧૭ ધોધ (કવિતા )
ઊંચી ઊંચી ભેખડ પરથી
ધોધ નીચે પડે.
ધોળું એનું પાણી જાણે
દૂધની નદી વહે .
ઘુઘવાટા એવા ભારે એના ,
દૂર દૂરથી સંભળાય.
જોવા, સાંભળવા એને લોકો,
દૂર દૂરથી જાય.
- શબ્દાર્થ ( Glossary)
૧. ભેખડ – cliff
૨. ધોધ – waterfall
૩. નીચે – down
૪. વહે – flow
૫. ઘુઘવાટા - sounds
૬. સંભળાય – are listened
૭. જોવું – see
૮. જાય – go
*સ્વાધ્યાય :
(અ) પ્રશ્નોના ઉત્તર લખો.
૧. ધોધ ક્યાંથી પડે છે ?
ઉત્તર: ધોધ ઊંચી ભેખડ પરથી પડે છે.
૨. ધોધ ના પાણીનો રંગ કેવો હોય છે ?
ઉત્તર : ધોધ ના પાણીનો રંગ ધોળાં દૂધ જેવો હોય છે.
૩. લોકો ક્યાં જાય છે ? કેમ ?
ઉત્તર : લોકો ધોધ જોવા જાય છે. કેમકે ધોધને જોવાની અને તેનો અવાજ સાંભળવાની મજા આવે છે.
(આ) નીચેના વિશેષણો વાંચો.
વિશેષણ શોધીને રેખા દોરો.
૧. ઊંચી ભેખડ ૨. ખાલી ડબો. ૩. ઊંડી ખીણ
૪. લાલ ગુલાબ. ૫. ચાર ફૂલો ૬. બહાદુર સિપાઈ
(ઇ) નીચેના શબ્દો લખો.
.સરસર. બડબડ. પટપટ
(ઇ) ‘અ’ વિભાગમાં આપેલા શબ્દો ની સામે ‘બ’ વિભાગમાંથી વિરોધી શબ્દો શોધીને લખો.
અ |
ઉત્તર |
બ |
૧. ઊંચો |
નીચો |
પાછળ |
૨. આગળ |
પાછળ |
અંધકાર |
૩. દૂર |
નજીક |
છીછરું
|
૪. પ્રકાશ |
અંધકાર |
નીચો |
૫.ઊંડું |
છીછરું |
જીત |
૬. હાર |
જીત |
ગરીબ |
૭. શ્રીમંત |
ગરીબ |
નજીક |
|
|
|
|
|
|
(ઉ) નીચેના શબ્દોના ગુજરાતી અર્થ લખો.
૧. Waterfall. :. ધોધ
૨. Number three. :. અંક ત્રણ
૩. Vegetarian. : શાકાહારી
૪. Gestures. : હાવભાવ
૫. Stone. : પથ્થર
૬. Rainbow. :. મેઘ ધનુષ
૭. Earth, ground. : પૃથ્વી, મેદાન
૮. Map. : નકસો
૯. Paper. : કાગળ
૧૦. Breakfast. :. નાસ્તો
લે.નં. ૧૮ અંક : ૨૧ થી ૫૦
૨૧ થી ૫૦ અંક શીખો.
૨૧ એકવીસ |
૩૧ એકત્રીસ |
૪૧ એકતાળીસ |
૨૨ .. બાવીસ |
૩૨ બત્રીસ |
૪૨ બેતાળીસ |
૨૩ તેવીસ |
૩૩ તેત્રીસ |
૪૩ તેંતાળીસ |
૨૪ ચોવીસ |
૩૪ ચોત્રીસ |
૪૪ ચુમાળીસ |
૨૫ .. પચીસ |
૩૫ પાંત્રીસ |
૪૫ . પિસ્તા ળીસ |
૨૬. છવ્વીસ |
૩૬ છત્રીસ |
૪૬ . છેતાળીસ |
૨૭ સત્તાવીસ |
૩૭ . સાડત્રીસ |
૪૭ સુડતાળીસ |
૨૮ અઠાવીસ |
૩૮ આડત્રીસ |
૪૮ અડતાળીસ |
૨૯ ઓગણત્રીસ |
૩૯ ઓગણચાળીસ |
૪૯ .. ઓગણપચાસ
|
૩૦ ત્રીસ |
૪૦. ચાળીસ |
૫૦ . પચાસ |
· |
· |
· |
· |
· |
· |
- સ્વાધ્યાય
- (અ) ખૂટતા અંક લખો .
૨૧ |
૩૧ |
૪૧ |
૪૬ |
૨૨ |
૩૨ |
૪૨ |
૪૭ |
૨૩ |
૩૩ |
૪૩ |
૪૮ |
૨૪ |
૩૪ |
૪૪ |
૪૯ |
૨૫ |
૩૫ |
૪૫ |
૫૦ |
|
|
|
|
|
|
|
|
(આ) ગુજરાતી અંક લખો.
32 ૩૨ 22 ૨૨ . 28. ૨૮ 46 ૪૬
- ૪૯ 40. ૪૦ . 37 ૩૭. 50. ૫૦
(ઇ) અંક ગુજરાતી શબ્દોમાં લખો.
૫ : પાંચ ૧૯ : ઓગણીસ ૧૨ : બાર
૯ : નવ ૨૧ : એકવીસ ૩૪ : ચોત્રીસ
૨૭ : સત્તાવીસ ૪૬ : છેતાળીસ ૪૯ ઓગણપચાસ
પે . નં. ૬૮ , ૬૯ વાંચો અને લખો.
- સંયુક્ત શબ્દો
- જેમકે, Cloud + brust = Cloudburst
- વાદળ + ગર્જના = વાદળગર્જના
નીચેના અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ જાણો અને લખો.
૧. Flower- pot. : ફૂલદાની
૨. Honey – bee : મધમાખી
૩. Letter – box : ટપાલ પેટી
૪. Sunrise - : સૂર્યોદય
૫. Sunset : સૂર્યાસ્ત
૬. Earthquake. : ભૂકંપ
૭ .Snowfall. : હિમવર્ષા
૮. Seahorse. : સમુદ્રી ઘોડો
૯. Bathroom : સ્નાનગૃહ
૧૦. Dustbin. : કચરાપેટી
૧૧. Midnight. : મધ્યરાત્રી
૧૨. Noticeboard. : સૂચના બોર્ડ
૧૩. Homework : ગૃહકાર્ય
૧૪. Snowman. : હિમમાનવ
૧૫. Seashore. :. દરિયા કિનારો
- રૂઢીપ્રયોગો
રૂઢિપ્રયોગોનો વાક્યોમાં પ્રયોગ કરો.
૧. અવાક્ થઈ જવું – ચકિત થઈ જવું – to be surprised
વાક્ય : મારુ પરીક્ષાનું પરિણામ જોઈને હું ચકિત થઈ ગયો.
૨. ટેવ પાડવી - સહજ થવું, આદત પાડવી – to form a habit.
વાક્ય : મેં લખવા વાંચવાની ટેવ પાડી.
૩. અંગમાં વીજ સંચાર થવો – નવી તાકાત આવવી.
- to feel charged with new strength.
વાક્ય : ફળ ખાવાથી મારામાં નવી તાકાત આવી.
૪. અવગણના કરવી – દુર્લક્ષ સેવવું - to ignore
વાક્ય : આપણે કોઈની અવગણના ના કરવી જોઈએ .
૫. જાત ઘસી નાખવી- ખૂબ મહેનત કરવી – to work hard.
વાક્ય : હું પાસ થવા માટે ખૂબ મહેનત કરીશ.
૬. કાન ફાટી જવા – ખૂબ ઘોંઘાટ થવો.
વાક્ય : ઢોલ નો અવાજ સાંભળીને મારા કાન ફાટી ગયા.
- કહેવતો
- કહેવતોનો વાક્યોમાં પ્રયોગ કરો.
૧. અતિ સર્વત્ર વર્જ્યતે - too much of everything is bad.
વાક્ય: અતિશયતા નો ત્યાગ કરવો.
૨. મન હોય તો માળવે જવાય.- where there is a way.
વાક્ય : ઈચ્છા હોય તો જ કામ થાય.
૩. વાવો તેવું લણો.- As you sow , so shall you reap.
વાક્ય : જેવું કરો તેવું પામો .
૪. અભિમાન પડતી ની નિશાની છે. – pride has a fall.
વાક્ય : અભિમાન બરબાદી નું કારણ છે.
૫. નાચવું નહીં ત્યારે આંગણું વાંકું – A bad work man always quarrels with his tools.
વાક્ય : આવડતું ન હોય ને સામેનો વાંક કાઢવો.
૬. ટીપે ટીપે સરોવર ભરાય.- Many drops make a shower.
વાક્ય : થોડું થોડું ભેગું કરવાથી જાજુ ભેગું થાય.
Second syllabus Essay
નિબંધ—૧ દિવાળી
“ દિવાળી આવી, દિવાળી આવી,
નવા વરસની વધાઈ લાવી.”
- દિવાળી એટલે સાફ-સફાઈ, આનંદ, ઉલ્લાસ, ફટાકડા
અને પ્રકાશનો તહેવાર.
- દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસ ના દિવસે કાલિકા માતા નુ પુજન થાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે. પોતાના સગા વહાલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈ ને પ્રેમથી જમાડે છે. અને ભાઈ બહેન ને ભેટ આપે છે.
- દિવાળીના દિવસે બાળકો બહુ ખુશ ખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડે છે. બહેનો આંગણામાં રંગોળી કરે છે. અને દીવાઓ અને વીજળીના તોરણો થી ઘર શણગારે છે.
- દિવાળી સૌને બહુ આનંદ આપે. છે. તેથી તે તહેવારોનો રાજા છે.
_______________________________
નિબંધ- ૨ નાતાલ
નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે.
નાતાલ ૨૫ ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઇસુનો
જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન
આગળના તારા (સ્ટાર) લટકાવે છે.
નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે
છે. તેઓ ઘરમાં નાતાલ વૃક્ષ લાવે છે. અને તેને રોશનીથી શણગારે છે. નથી તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલ વૃક્ષ ની આસપાસ નાચે છે. અને ગીતો ગાય છે. તેઓ એકબીજાને “હેપી ક્રિસ્મસ” કહે છે. ખ્રિસ્તી લોકો સગા સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે.
સાન્તાક્લોઝ “ફાધર ક્રિસમસ” છે. બાળકોને તે ખૂબ જ ગમે છે. સાન્તાક્લોઝ બાળકો માટે જાતજાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર ૨૫ ડિસે. થી ૩૧ ડિસે. સુધી ચાલે છે.
પહેલી જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે.
આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે.
________________________
નિબંધ-3
મારી શાળા
- મારી શાળાનું નામ “ સેન્ટ જોસેફ” છે. મારી શાળા ખાપટ રોડ પર આવેલી છે. તેમાં ધોરણk.G. ઠીક ૧૨ સુધીના બાળકો અભ્યાસ કરે છે.
- મારી શાળાનું મકાન બે માળનું છે. તેમાં ઘણા બધા ઓરડા છે. અમારી શાળાના આગળના ભાગમાં રમત -ગમ્મત નું મેદાન છે. અમારી શાળાના આગળના અને પાછળના ભાગમાં બગીચો છે. જેમાં સરસ મજાના ફૂલો અને વૃક્ષો વાવેલા છે. મારી શાળાના શિક્ષકો બધા ખુબ જ પ્રેમાળ છે.
જે અમને ખૂબ જ સરસ ભણાવે છે. મારી શાળામાં પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબ કોણ છે. મારી શાળા મને ખૂબ જ ગમે છે
Second syllabus story.
વાર્તા -૧ મૂખૅ ગધેડો.
- . એક વેપારી હોય છે. તે તેના માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ગધેડા નો ઉપયોગ કરતો હોય છે.
એક દિવસ વેપારીએ તે ગધેડાની પીઠ પર મીઠાનું પોટલું બાંધીને તેને માલ પહોંચાડવા મોકલે છે. ગધેડો રસ્તામાં ચાલતાં,- ચાલતાં તે નદીના પાણીમાં ચાલવા માંડે છે. પાણીમાં ચાલવાથી મીઠું ઓગળી જાય છે. એટલે ગધેડાને માલ નો ભાર હલકો થઈ જાય છે. મીઠું ઓગળી જવાથી વેપારીને નુકસાન થાય છે.
- બીજે દિવસે વેપારીએ તેના પર રૂ ભરીને મોકલે છે. તો ગધેડો નદીના પાણીમાં ચાલે છે.તો રૂ
પાણીમાં પલળવાથી તેનો વજન વધી જાય છે.રૂ પલળવાથી વેપારીને નુકસાન થાય છે.ગધેડાની મૂખૅતા જોઈને વેપારી તેને કાઢી મૂકે છે.
,______________________
વાર્તા -૨ સમજદાર ઊંટ
જે લે. નં. ૧૬ માં છે.
ફસ્ટ સિલેબસ નિબંધ
નિબંધ – ૧ - ગાય
- ગાય મારું પ્રિય પ્રાણી છે.
- ગાય આપણને બહુ ઉપયોગી છે. ગાય દૂધ આપે છે. ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. દૂધમાંથી દહીં , છાશ, માખણ , પનીર અને ઘી અને માવો બને છે. ગાયના છાણમાંથી ખાતર બને છે. આ ખાતર ખેતર માં નાખવાથી સારો પાક થાય છે. ગાય ના બચ્ચાંને વાછરડું કહે છે. વાછરડી મોટી થતાં ગાય બને છે.વાછરડો મોટો થતાં બળદ બને છે. વાછરડો મોટો થતાં બળદ બને છે.બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે.
- ગાય પવિત્ર પ્રાણી ગણાય છે. લોકો ગાય નને “ગૌમાતા “ કહે છે. ઋષિમુનિઓના આશ્રમમાં ગાયો પાળવામાં આવતી હતી. કેટલીક ધાર્મિક વિધિઓમા
ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.ગાયનો રંગ કાળો, ધોળો કે
કાબરચીતરો હોય છે.
- અમારે ઘરે પણ એક ગાય છે. એનું નામ ગૌરી છે. હું ગાયને ઘાસ નાખું છું.. હું ગાયના ડોકે હાથ ફેરવું છું. અને ગાયનું વાછરડું ખૂબ ગમે છે.
નિબંધ – ૨ ૧૫ મી ઓગસ્ટ
- 15 મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે.
- ઈ.સ . 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજો નું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો. આપણા દેશને આઝાદ કરવા માટે અનેક દેશભક્તો એ પોતાના બલિદાન આપ્યાં. આખરે 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો . ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઊજવાય છે.
- આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદન
કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે.દિલ્લી માં આપણાં વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. અને
રાષ્ટ્રને સંબોધે છે. 15 ઓગસ્ટ નો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે.
નિબંધ -૩ મારું પ્રિય પંખી મોર
- મોર મારું પ્રિય પંખી છે.
- બધાં પંખીઓ માં મોર સૌથી વધુ રૂપાળું છે. મોર ને
સુંદર અને રંગ બેરંગી પીંછા હોય છે. મોર ને માથે કલગી હોય છે. તેની ડોક ભૂરી હોય છે.તેનુ શરીર ભારી હોય છે. તેથી તે વધારે ઊંચો ઊડી શકતો નથી.
- મોર વનમાં ખેતર માં અને મોટા બંગલાના કમ્પાઉન્ડમાં જોવા મળે છે. મોર દાણા અને જીવડાં ખાય છે. મોર સાપને મારી નાખે છે. તેથી તે સાપનો
દુશ્મન ગણાય છે.
- ચોમાસામાં મોર આનંદમાં આવીને કળા છે. તે વખતે ખૂબ સુંદર લાગે છે. મોર' ટેહુક'….. ' ટેહુક’ …..
એવા અવાજે ટહુકા કરે છે. મોર ભગવાન કાર્તિકેય નું વાહન ગણાય છે. કૃષ્ણ ભગવાન ના મુગટમાં મોરનું પીંછું હોય છે. મનેય મોરનું પીંછું ગમે છે.
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
સેકન્ડ સિલેબસ વાર્તા
વાર્તા નં. ૧ ઉંદર સાત પૂંછડી વાળો .
- એક નાનો ઉંદર હતો. તેને સાત પૂંછડી હતી. તેની મમ્મી એ તેને શાળામાં ભણવા બેસાડ્યો . ઉંદર નિશાળે ભણવા જાય. ઉંદર દરરોજ નિશાળે જાય ત્યાં બીજા ઉંદરો એમને ચિડવતાં , ઉંદર સાત પૂંછડી વાળો, ઉંદર સાત પૂંછડી વાળો.તે ઉંદર ઘરે આવીને રડવા લાગ્યો. એની મમ્મી એ તેને પૂછ્યું કે બેટા શું થયું તો એમણે મમ્મી ને કહ્યું કે બધાં ઉંદર મને ખીજવે છે. ઉંદરભ સાત પૂંછડી વાળો તો એમની મમ્મી એને દરજી પાસે લઈ જઈને એક પૂંછડી કપાવી નાખી.
- . બીજે દિવસે ઉંદર શાળાએ ભણવા ગયો તો બીજા ઉંદર તેને ચીડવવા લાગ્યાં . ઉંદર છ પૂંછડી વાળો ઘરે જઈને મમ્મી ને કહેવા લાગ્યો. એની મમ્મી તેને લઈને દરજી પાસે જઈને ઉંદર ની છ પૂંછડી કપાવી નાખી. પછી ઉંદર બીજા દિવસે શાળા એ ગયો તો બધાં ઉંદર તેને કહેવા લાગ્યા. ઉંદર બુઠો, ઉંદર બુઠો. પછી
ઉંદર ત્યાંથી ભાગ્યો. એને ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે હવે હું ક્યારેય નિશાળે ભણવા નહીં જાવ.
વાર્તા – ૨ બિરબલની ચતુરાઈ
- એક બાદશાહ અકબર અને બિરબલ હતાં . તે એક દિવસ બગીચામાં ફરવા નીકળ્યાં. બાદશાહ ને બગીચામાં લીલુંછમ ઘાસ જોઈને બિરબલની કસોટી કરવાનું મન થયું. એટલે તેમણે બિરબલને કહ્યું કે બિરબલ મારે લીલા રંગનો ઘોડો જોઈએ છે . બિરબલ વિચારમાં પડી જાય કે લીલા રંગનો ઘોડો ક્યાંય મળતો હશે.? પણ રાજાને ના તો કહેવાય નહીં.એટલે એમને બે દિવસ પછી અકબર રાજાએ તેના શયન ખંડમાં બોલાવી પૂછ્યું કે લીલો ઘોડો મળ્યો તો બિરબલે કહ્યું કે હા, પણ ઘોડાના માલિક ની બે શરતો છે. બાદશાહે પૂછ્યું કે કઈ બે શરતો છે, તો બીરબલે કહ્યું કે પહેલી શરત એ કે માલિકે કહ્યું કે ઘોડો લેવા બાદશાહ પોતે જ આવે. અને બીજી શરત એ કે તમે અઠવાડિયાના સાત વાર સિવાયના બીજા કોઈ વારે એ ઘોડો લેવા જાવ .
- અકબર સાંભળીને ચકિત થઈ ગયો . બિરબલ
ની ચતુરાઇથી તે ખુશ થયો અને તેમણે બિરબલને ઇનામ આપ્યું.
_________________________________________